Site icon Gramin Today

ડેડીયાપાડાની વિશેષ મુલાકાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ડેડીયાપાડાની વિશેષ મુલાકાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ: 

માલ-સામોટ ખાતે પર્યટન સ્થળો વિકસાવવાના ઉમદા આશય સાથે સંબંધિત અધિકારી-પદાધિકારીઓ સાથે મનોમંથન કરતા મંત્રીશ્રી પટેલ:

રાજપીપલા : વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે આજે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાની ખાસ મુલાકાત લીધી હતી. ટુરિઝમ પ્લેસ તરીકે માલ-સામોટ ખાતે અનેકવિધ આકર્ષણના સ્થળો વિકસાવવાના ઉમદા આશય સાથેની તેમની આ ખાસ મુલાકાતમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, સીસીએફશ્રી શશીકુમાર, નાયબ વન સંરક્ષકશ્રી નિરજ કુમાર સહિત જિલ્લાના અગ્રણીશ્રી, અધિકારીશ્રી-પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે માલ-સામોટ ખાતે પ્રવાસનને વધુ વેગવાન બનાવવાની પ્રતિબદ્ધતા સાથે દેવીડુંગરનો રૂટ, ઇકો ટુરિઝમ નિનાઈ ધોધ વ્યુહ પોઈન્ટથી દેવીડુંગરના ટોપને નિહાળ્યો હતો. વિવિધ રૂટો પર જાત નિરિક્ષણ કરીને માલસામોટ ટુરિઝમ પ્લેસને વિકસાવવા માટે માલ-સામોટ ઇકો ટુરિઝમ સેન્ટર ખાતે ઉપસ્થિતિ સંબંધિત અધિકારીશ્રી, પદાધિકારીશ્રીઓ મનોમંથન કરીને માલ-સામોટ ખાતે પર્યટનનો વ્યાપ વધારી એકતાનગર ખાતેના મહેમાનોને અહીં સુધી કઈ રીતે જોડી શકાશે તે અંગે વિસ્તૃત ચર્ચાવિચારણા અને વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર:સર્જન વસાવા, નર્મદા 

Exit mobile version