Site icon Gramin Today

ડાંગના માજી ધારાસભ્ય મંગળભાઈ ગાંવિતને “ડોક્ટર ઓફ ફીલોસોફી”ની ડીગ્રી એનાયત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુ માહલા 

ડાંગના માજી ધારાસભ્ય મંગળભાઈ ગાંવિત ને મળી “ડોક્ટર ઓફ ફીલોસોફી”ની ઉપાધી થી નવાજવામાં આવ્યાં હતાં;

શ્રી મંગળભાઈ ગાવિતે “સોશિયલ સર્વિસ”માં મેળવી ડોકટરેટની પદવી:

આહવા: તા: ૨: ડાંગના માજી ધારાસભ્ય શ્રી મંગળભાઈ ગાવિતને “ડોક્ટર ઓફ ફીલોસોફી”ની ઉપાધી મળી છે. તેમણે “સોશિયલ સર્વિસ”માં ડોકટરેટની આ પદવી મેળવી છે.

સાઉથ પેસેફિક ઓશન સ્થિત કોમનવેલ્થ વોકેશનલ યુનિવર્સિટી, કીન્ગડમ ઓફ ટોંગા ના ડોક્ટરલ મોનીટરીંગ બોર્ડ દ્વારા શ્રી મંગળભાઈ ગાવીતને તેમના સ્પેશ્યલાઇઝેશન એરિયા “સોશિયલ સર્વિસ” માટે આ પદવી એનાયત કરવામાં આવી છે. હવે શ્રી મંગળભાઈ ગાવિત ડો.મંગળભાઈ ગાવિત તરીકે ઓળખાશે. ગ્રામીણ ટુડે ન્યુઝ નેટવર્ક ડાંગ જીલ્લા બ્યુરો તરફથી આપ ને  ખુબ ખુબ  અભીનંદન.  

Exit mobile version