Site icon Gramin Today

જિલ્લામાં આદિજાતિ વિસ્તારમાં કુલ ૭૪૪ વિકાસ કામો માટે રૂ.૨૫૫૨ લાખની કરેલી જોગવાઇ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નવસારી કમલેશ ગાંવિત

જિલ્લામાં આદિજાતિ વિસ્તારમાં ૭૪૪ વિકાસ કામો માટે રૂ.૨૫૫૨ લાખની કરેલી જોગવાઇ:

નવસારી જિલ્લામાં પ્રભારી મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ: 

નવસારી:  નવસારી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે રાજયના આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ હતી.
બેઠકમાં નવસારીના ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઇ, ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ, વાંસદાના ધારાસભ્ય શ્રી અનંતભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર, જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગર ઉપસ્થિત રહયા હતાં.
બેઠકમાં પ્રભારી મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાઍ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ માં જિલ્લા વહીવટીતંત્રે કરેલ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. કોવિડ-૧૯ દરમિયાન જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક બોલાવી ન્યુ ગુજરાત પેટર્ન આયોજન સને ૨૦૨૧-૨૨ માં નવસારી જિલ્લાના આદિજાતિ વિસ્તારમાં ૯૬ ટકા વિવેકાધિન સંભવિત જોગવાઇમાં વિવિધ ૭૪૪ જેટલા વિકાસકામો માટે રૂ.૨૫૫૨/- લાખની જોગવાઇ કરી મંજૂરી આપવામાં આવી છે. લોકડાઉન બાદ રાજય સરકારે વિકાસકામોની અગ્રતા આપી વિકાસકામો મંજૂર કરી સત્વરે પૂર્ણ કરવા કટિબધ્ધ છે. મુખ્યીમંત્રીશ્રીઍ અંબાજીથી ઉમરગામ સુધીના ટ્રાયબલ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના-૨ ની જાહેરાત કરી તેમજ રૂ.૧ લાખ કરોડના વિકાસ કામો કરવામાં આવશે તેમ મંત્રીશ્રીઍ કહયું હતું. મંત્રીશ્રી વસાવાઍ વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૨૦-૨૧ ના બાકી રહેલા કામો માટે તાત્કાલિક આયોજન હાથ ધરી સમય મર્યાદામાં ઉચ્ચ ગુણવત્તાયુકત કામો પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ આદિજાતિ વિસ્તારના આરોગ્ય કેન્દ્રોમાં ઓકસિજન પ્લાન્ટ કાર્યરત કરવા, કોરોનાની ત્રીજી લહેર પહેલા આરોગ્ય વિભાગ જરૂરી તૈયારીઓ કરી લેવા તેમજ આરોગ્ય વિભાગને તમામ આરોગ્યલક્ષી સાધનોની સગવડ ઉપલબ્ધતા માટેના આયોજન કરવા ભાર મૂકયો હતો.
પ્રારંભમાં વાંસદા પ્રાયોજના વહીવટદાર શ્રી ઍમ.ઍન. નલવાયાઍ વિડીયો પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું. બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં. 

Exit mobile version