Site icon Gramin Today

જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩”અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમીનાર યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

આર્ટસ અને કોમર્સ કોલેજ વ્યારા ખાતે “જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨(POCSO) અને કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩”અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમીનાર યોજાયો:

તાપી: ડિસ્ટ્રિકટ લીગલ સર્વિસ ઓથોરીટી-તાપી અને મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી-તાપી સંયુક્ત ઉપક્રમે “જાતીય ગુનાઓ સામે બાળકને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨(POCSO) અને કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩” અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર આર્ટસ અને કોમર્સ કોલેજ વ્યારા ખાતે યોજાયો.  

જેમાં ડિસ્ટ્રિકટ સિવિલ જજ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરીટીના ફુલ ટાઇમ સેક્રેટરી કુ. હેમલતા પંડિત મેડમ દ્વારા જિલ્લા જાનુની સેવા સત્તા મંડળ કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. “જાતીય ગુનાઓ સામે બાળકને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨ (POCSO)અંગે નિલેશભાઇ પટેલ – ચીફ ડિસ્ટ્ર્રીક્ટ કાઉન્સેલરશ્રી, દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવેલ ત્યાર બાદ ડો.મનિષાબેન એ. મુલતાની – દહેજ પ્રતિબંધક અધિકારી સહ- રક્ષણ અધિકારી અને ઇ.ચા. મહિલા અને બાળ અધિકારી તાપી દ્વારા કામકાજના સ્થળે જાતિય સતામણી(અટકાયત, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનયમ ૨૦૧૩ અને ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ હેઠળની જોગવાઈઓ ખુબ જ સરળ અને રસાળ ભાષામાં રજુ કરી હતી.

  જિલ્લા ટ્રાફીક શાખા પ્રતિનિધિ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોની ચર્ચા કરવામાં આવી હતી.સી-ટી દ્વારા મહિલાઓને સાયબર ક્રાઇમ અને મહિલા પોલીસ સ્ટેશનની સુવિધાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. આ સાથે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-તાપી અંતર્ગત આવતા સખી વન સ્ટોપ સેંન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પવરમેંટ ઓફ વુમન-તાપી દ્વારા મહિલાઓને અપાતી સુવિધાઓ, કાયદાકીય રક્ષણ અને મહિલાલક્ષી યોજના અંગેની જાણકારી વિવિધ તજજ્ઞ દ્વારા આપવામાં આવેલ આવી હતી.કોલેજના વાઇસ પ્રિન્સિપાલશ્રી વંસંતભાઇ ગામીત દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.

        આ કાર્યક્ર્મમાં કોલેજ પ્રિન્સિપાલશ્રી એચ.વાય.ખરવાસીયા સાહેબ, નિલેશભાઇ પટેલ – ચીફ ડિસ્ટ્ર્રીક્ટ કાઉન્સેલર, પોલીસ કોન્સ્ટેબલશ્રી કિરણભાઇ,સી ટીમ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો તમામ સ્ટાફ તેમજ કોલેજના પ્રિન્સિપાલશ્રી, કોલેજના સ્ટાફ અને કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version