Site icon Gramin Today

ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

સોનગઢ તાલુકાની પ્રાથમિક શાળા ચકવાણ ખાતે “ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫” અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો: 

 તાપી: મહિલા અને બાળ અધિકારીની કચેરી તાપી દ્વારા તથા મહિલા, બાળ અને દહેજ પ્રતિબંધક સહ- રક્ષણ અધિકારી ડૉ.મનિષા મુલતાનીના માર્ગદર્શન હેઠળ સોનગઢ તાલુકાના પ્રાથમિક શાળા ચકવાણ ખાતે મહિલાઓ માટે “ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫” ના કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.

  આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન સાથે ડૉ.મનિષા એ. મુલતાની દ્વારા ગ્રામ્ય મહિલાઓના “ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫” ની કાયદાકીય માર્ગદર્શનની સમજ આપવામાં આવી હતી. કાનુની સેવા સત્તા મંડળમાંથી આવેલ એડવોકેટશ્રી, આઇ. એસ. ગામીત દ્વારા ઘરેલુ હિંસા ઉપરાંત બહેનોને લગતા વિવિધ કાયદા અંગેનો વિસ્તૃત માર્ગદર્શન આપવામાં અવ્યું હતું.ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મંત્રીશ્રી કૈલાશબેન ગામીત દ્વારા ઉપસ્થિત તમામ લાભાર્થી બહેનોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ છેક ગામડા સુધી પહોંચાડવા અને લાભ લેવા માટેની સમજ આપી હતી. મહિલા અને બાળ અધિકારીની કચેરી તાપી સંચાલિત જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તાપીના મદદનીશ કેંદ્ર સંચાલક મીના બેન.પરમાર દ્વારા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર વિશેની સમજ આપવામાં આવી હતી. કાઉન્સલરશ્રી, રસિલાબેન ગામીત દ્વારા પી.બી.એસ.સી ની સમજ આપવામાં આવી હતી. કોકિલાબેન ચૌધરી દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર વ્યારાની કામગીરી બાબતે સમજ આપવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગની અન્ય મહિલાલક્ષી યોજનાઓ જેવી કે, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન યોજના, વ્હાલી દિકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, બેટી બચાવો બેટી પઢાવો, જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર (DHEW) ની જાણકારી નલિનીબેન ચૌધરી તેમજ જીગ્નેશભાઇ ગામીત દ્વારા આપવામાં આવી હતી.

આ સેમીનારમાં સેમિનારમાં સામાજીક ન્યાય સમિતિના પ્રમુખશ્રી બિયાજીભાઇ ગામીત, વનિતાબેન ગામીત – સરપંચશ્રી, આચાર્યશ્રી પ્રા.શાળા. કાળાધાટ, મોહનભાઇ ગામીત અને મહિલા અને બાળ અધિકારીની કચેરીના વિવિધ યોજનાકિય તજજ્ઞ તથા ચકવાણ ગામની બહેનો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version