Site icon Gramin Today

ગૃહ રાજયમંત્રી હર્ષભાઈ સંઘવીએ ‘‘સ્માર્ટ સિટી સમિટ’’ના સ્થળ મુલાકાત લઈ આયોજનની સમીક્ષા કરીઃ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, સુરત નલીનકુમાર

 સ્માર્ટ સિટી સમીટ માટેની તૈયારીઓને અપાયો આખરી ઓપ:

ગૃહ રાજયમંત્રી હર્ષભાઈ સંઘવીએ ‘‘સ્માર્ટ સિટી સમિટ’’ના સ્થળ મુલાકાત લઈ આયોજનની સમીક્ષા કરીઃ

આજે સુરતના આંગણે ખાતે ‘સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન’ ત્રિદિવસીય નેશનલ સમીટનો પ્રારંભ:

સુરતઃ  રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાના યજમાનપદે આવતીકાલ તા.૧૮, ૧૯ અને ૨૦ એપ્રિલના રોજ સુરતના આંગણે સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનાર ‘સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન’ ત્રિદિવસીય નેશનલ સમીટની ગૃહરાજયમંત્રીશ્રી હર્ષભાઈ સંધવીએ મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી.


ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સ્માર્ટ સિટીઝ મિશન, મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) દ્વારા આયોજિત સ્માર્ટ સિટી કોન્ફરન્સને લઇ પાલિકા દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ત્રિદિવસીય કોન્ફરન્સને સફળ બનાવવા પાલિકા દ્વારા આયોજનબદ્ધ કામગીરી થઇ રહી છે. સાથે મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાની સહિત અન્ય અધિકારીઓ સાથે પણ ચર્ચા વિમર્શ કર્યા હતા.
દેશના વિવિધ રાજ્યના મહાનગરોમાંથી આવનારા મહેમાનોને આવકારવા રાજ્યના વિકાસથી વાકેફ કરાવવા ગુજરાત પેવેલિયન તૈયાર કરાયું છે. આ પેવેલિયનમાં રાજ્યની મુખ્ય ચાર મહાનગરપાલિકા દ્વારા થયેલી વિકાસલક્ષી કામગીરીના મોડેલ રજુ કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રીમ સિટી ગેઇટ તથા ગ્રીન ઓફિસ બિલ્ડિંગનું મોડેલ મુકવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ અને પબ્લિક સાયકલ શેરિંગ પ્રોજેક્ટ રજુ કરવામાં આવશે. રાજ્યના પાટનગર ગાંધીનગર દ્વારા રિન્યૂએબલ એનર્જી અંતર્ગત સોલાર ટ્રીની કૃતિ તથા રાજકોટ મ્યુ. કોર્પોરેશન દ્વારા લાઇટ હાઉસ પ્રોજેક્ટ અને રૈયા ખાતેનો ગ્રીનફિલ્ડ એરિયાનો વિકાસ જયારે વડોદરા દ્વારા હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ દર્શાવવામાં આવશે.

વાપી નગરપાલિકા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (રીક્રિએશન એક્ટિવિટી ) સહિતનું મોડલ રજૂ કરવામાં આવશે.

વ્યારા નગરપાલિકા તરફથી ટ્રાન્સફોર્મેશન ઓફ ડમ્પસાઇટ ઇન ટુ રિસોર્સ રિક્વરી સ્ટેશન અંગનો પ્રોજેક્ટ રજુ કરવામાં આવશે. સુરતના સુડા તરફથી ટાઉન પ્લાનિંગ સ્કીમને લગતું પ્રેઝન્ટેશન પણ ગુજરાત પેવેલિયન ખાતે રજુ કરવામાં આવ્યું છે.

Exit mobile version