Site icon Gramin Today

કોરોના વાયરસ જાગૃતિનાં ભાગરૂપ તાપીજીલ્લા પ્રશાસન થયું સક્રિય…

તાપી જીલ્લા મથક ખાતે કલેક્ટરશ્રી આર.જે. હાલાણીના અધ્યક્ષ સ્થાને મળી બેઠક,  તંત્ર થયું સક્રિય  લેવાયાં સાવચેતીનાં ભાગરૂપ અનેક પગલાં દરેક ધર્મનાં આગેવાનોએ સહકારની આપી ખાત્રી,

*  દેશનાં વડાપ્રધાને આપ્યો પ્રજાને સંદેશ, લોકોને ભીડમાં ન જવા કરી ભલામણ અને કોરોના વાયરસને હળવે ન લેવાં કરી અપીલ  જાગરૂકતા જરૂર ની છે, બીજા વિશ્વયુધ કરતા પણ વધારે દેશો થયા છે,કોરોનાં વાયરસથી પ્રભાવિત,

* ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રીએ આપ્યો રાજ્યનો કોરોના અહેવાલ કહ્યું સરકારનાં પરિપત્ર, ગાઈડલાઈન્સ, દિશાનીર્દેશને માનવા કરી જાહેર જનતાને અપીલ, ગુજરાતમાં બીજા દેશથી આવેલાં સ્થાનિક  નાગરિકો પેકી ૪ કોરોના વાયરસ પ્રભાવિત કાર્યા જાહેર,  સાવધાની માટે કરી અપીલ,

* વિશ્વ આરોગ્ય સંસ્થાએ કરી વેશ્વિક મહામારીની ઘોષણા,

* વ્યારા જીલ્લા મથકે લેવાયાં સાવચેતીનાં ભાગ રૂપ નિર્ણયો, ગામડાંની પ્રજાને જાગરૂકતા રૂપે સાવધાની માટે કરી ચર્ચા,  ખ્રિસ્તી સમાજનાં આગેવાનોએ ૨૨ માર્ચ ૨૦૨૦ અને ૨૯ માર્ચે પ્રાર્થના સ્થળે ભેગાં ન થવાં અને ચર્ચો બંધ રાખવા  માંટે સમાજને કરી અપીલ, સરકારનાં કોરોના લડતમાં દરેક જાગૃત નાગરિકો તરીકે તમામ સહયોગ માટે આગેવાનોએ  આપી પ્રસાસનને ખાત્રી, અગત્યની સુચના
*  બિશપના આદેશ અનુસાર બીજી સુચના ના મળે ત્યાં સુધી દરેક  ગામોમાં તા. 18 માર્ચ 2020, બુધવારથી, પ્રાયશ્ચિત સંસ્કાર અને  દરેક સભાઓ કે  સાથે  યાત્રા અને કથા કાર્યક્રમ મુલતવી રાખવામાં આવે છે,

જનતા જોગ સંદેશ ;  ગુજરાત પેન્ટીકોસ્ટલ ચર્ચ વ્યારા, રજી. ડી.17 સુરત,
ઉપરોકત ચર્ચની તમામ સ્થાનિક અને શાખા મંડળીના પાળકો અને તમામ સભ્યોને જણાવવાનું કે કોરોના વાયરસ ની વૈશ્વિક મહામારી ને ધ્યાનમાં લઈ , માન.વડાપ્રધાનશ્રી ની અપીલને ધ્યાને લઈ તા. 22/03/ 2020 અને તા.29/03/2020ના રવિવાર ની ભકિત સભા બંધ રાખવી અને તમામ સભાસદો પોત પોતાના ઘરે પ્રાર્થના કરે, તેમ જાણ કરવામાં આવે છે. લિ. પ્રમુખ

Exit mobile version