Site icon Gramin Today

કોરોના કહેર વચ્ચે બે મિલ કામદારો સાથે કંપનીએ કર્યો દગો: માનવ અધિકાર ટીમ આવી વ્હારે.. અપાવ્યો ન્યાય:  

શ્રોત:  ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલીનકુમાર

કોરોના કહેર વચ્ચે જીવન જીવવું મુશ્કેલ થઇ પડ્યું છે તે વચ્ચે બે મિલ કામદારો સાથે કંપનીએ કર્યો દગો: પગાર આપવા બાબતે થયો અન્યાય આખરે  માનવ અધિકાર ટીમ આવી વ્હારે.. અને અપાવ્યો ન્યાય;  

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કાઉંન્સિલ  કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ  વિભાગ  ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા મિલના કામદારોને ન્યાય અપાવવાનું કાર્ય ચર્ચામાં આવ્યું છે,

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કાઉંન્સિલ ભારત ભરમાં ડો. સની શાહ સંસ્થાપક/ ચેરમેન ના નેતૃત્વમાં માનવ સેવાના કામો કરી રહી છે જયારે ગુજરાતમાં ડો. સુનીલકુમાર ગામીત અને રાજ્યની ટીમ દ્વારા લોકોને પોતાના અધિકારો મળે માટે શક્ય તમામ મદદ કરી રહ્યા છે, 

મળતી માહિતી મુજબ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કાઉંન્સિલ  કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ  વિભાગ  ગુજરાત રાજ્ય બોર્ડના પ્રમુખશ્રી માળી દેવેન્દ્ર  (દેવાભાઈ) ઓફીસ ખાતે ગત મહિનામાં આવેલ ફરિયાદ મુજબ બે વ્યક્તિઓ મદદ માટે  અરજ કરેલ સદર કામ બાબતે જવાબદાર વરેલી સ્થિત એક કંપનીમાં જઈ જાત તપાસ કરતાં બે કામદારો સાથે અન્યાય થવાનું માલુમ પડેલ હતું, 

કડોદરાની વરેલી સ્થિત એક મિલમાં કામ કરતાં (1) કમલેશ યાદવ (2) કેશવ શીંગ  નાઓ ને માર્ચ મહિનાનો પગાર નહિ આપી કોરોના નું બહાનું કાઢી ને કામ માંથી પણ  છુટા કરવામાં આવેલ સદર ઈશમો  બિજે કામકાજ કરવા જતાં તેઓને પગાર ન આપી જવાબદારોએ અન્યાય કરેલ હતો,   

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કાઉંન્સિલ  કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ  વિભાગ  ગુજરાત રાજ્ય બોર્ડના પ્રમુખશ્રી માળી દેવેન્દ્રભાઈ અને તેમની માનવ અધિકારની ટીમ દ્વારા કંપની સાથે ચર્ચા કરીને ન્યાય અપાવવા તજવીજ હાથ ધરી હતી, આખરે  (1) કમલેશ યાદવને કંપની દ્વારા પોતાનો નીકળતો પગાર રૂપિયા, ૨૯૮૫૦ જેટલી માતબર રકમ અને (2) કેશવ શીંગ  નાઓને નીકળતી બાકી રકમ રૂપિયા, ૧૦૦૦૦/- ના ચેક અપાવી માનવતા નું  ઉત્તમ કાર્ય કર્યું હતું.  પીડિત કામદારોએ માનવ અધિકાર ટીમ નો ખુબ ખુબ આભાર માન્યો હતો.

Exit mobile version