Site icon Gramin Today

અંબુજા સિમેન્ટ દ્વારા વાંસદા તાલુકાના સરપંચશ્રીઓનું સત્કાર તથા માર્ગદર્શન સેમિનાર યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

અંબુજા સિમેન્ટ દ્વારા વાસદા તાલુકાના સરપંચ શ્રી ઓનું સત્કાર તથા માર્ગદર્શન સેમિનાર હોટલ સહયોગ ખાતે યોજાયો.

તાલુકાનાં કુલ 40થી વધારે સરપંચશ્રીઓએ આ સેમિનારનો લાભ લીધો હતો.

અંબુજા સિમેન્ટ દ્વારા નવા ચૂંટણીમાં વરાયેલા સરપંચ શ્રી ઓનો સત્કાર સમારંભ તથા માર્ગદર્શન સેમિનારનું આયોજન હોટલ સહયોગ ખાતે કરવામાં આવ્યું હતું. જ્યારે આવનારા પાંચ વર્ષ માટે પોતાના ગામની વિકાસની ધુરા સંભાળી હોય ત્યારે અંબુજા સિમેન્ટ દ્વારા બાંધકામમાં કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ કેવું મજબૂત અને ગુણવત્તાયુક્ત બાંધકામ કરવુંજેથી કરીને ભલે આપણી ટર્મ પાંચ વર્ષની હોય, પરંતુ આપણા કામો વર્ષ સુધી ટકી રહે તે પ્રમાણેની વિગતવાર ચર્ચા અને ગુણવત્તાયુક્ત કામો માટે માર્ગદર્શન અંબુજા સિમેન્ટના એન્જીનીયર મિતુલભાઈ પટેલ, રિધમભાઈ સુરતી, વલસાડ બ્રાન્ચના હેડ સંજયભાઈ ગોટેચા, માર્કેટિંગ મેનેજર શ્રી નરેશભાઈ રાણા, તથા અંબુજા સિમેન્ટના વાંસદા એરિયા ના ડીલર સત્યમ સિમેન્ટ ના ધર્મેન્દ્રસિંહ સોલંકી રહ્યા હતા. તમામ સરપંચ 40થી વધારે સરપંચશ્રીઓએ આ સેમિનારનો લાભ લીધો હતો.

અને આ ઉપયોગી માહિતી આપવા બદલ સમગ્ર સંચાલન કર્તાઓનો આભાર માન્યો હતો.

Exit mobile version