Site icon Gramin Today

સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમવાર બ્રેઈનડેડ વ્યકિતના ડાબા હાથનું અંગદાન કરવામાં આવ્યું:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત ફતેહ બેલીમ 

સમગ્ર ગુજરાતનુ છઠ્ઠું હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે કરવામાં મળી સફળતા.

સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમવાર બ્રેઈનડેડ વ્યકિતના ડાબા હાથનું અંગદાન કરવામાં આવ્યું:

ગુજરાતમાં અત્યાર સુધીમાં પાંચ હેન્ડ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે:

ધનગર પરિવારના બ્રેઈનડેડ ૫૭ વર્ષીય આનંદા ધનગરના ડાબા હાથનું દાન કરી ૧૨૦૦ કિ.મી. અંતર કાપીને કેરલના કોચી ખાતેના વ્યક્તિને દાનથી નવજીવન બક્ષ્ય હતું. 

સુરતઃ ડાયમંડ સીટી, સિલ્ક સીટીની સાથે સાથે ઓર્ગન ડોનર તરીકેની નામના મેળવી રહ્યું છે, ત્યારે સુરત શહેરમાં નવી સિવિલ હોસ્પિટલના ડોકટરોના સફળ પ્રયાસોના પરિણામે પ્રથમવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે બ્રેઈનડેડ વ્યકિતના ડાબા હાથનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરીને સુરતથી ૧૨૦૦ કિ. મી. દુર કોચીની અમુતા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યું છે.

સુરત શહેરના ઉધના વિસ્તારની પાસ્વા શોપીગ સેન્ટર રોડ ખાતે રહેતા આનંદા ધનગર તા.૩૦/૧૧/૨૦૨૨ના રોજ શૌચક્રિયા માટે ગયા જયાં બેભાન થતા તત્કાલ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સીટી સ્કેન રીપોર્ટ કરાવતા મગજના ઈન્ટ્રાવેન્ટ્રિકયુલર હેમરેજ થયાનું માલુમ પડયું હતું. તા.૧/૧૨/૨૦૨રના રોજ તેમનું ર-D ઈકો કરવામાં આવ્યું હતું. સિવિલના ન્યુરોફિઝીશ્યન ડો.જય પટેલે તેઓને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ડૉ. નિલેષ કાછડીયાએ આનંદા ભાઈદાસ ધનગરના પરિવારના સભ્યો તથા તેમના પત્નિ તેમજ પુત્રને આ બાબતની જાણકારી આપી હતી. સોટો અંતર્ગત ઓર્ગન ડોનેશનની ટીમે તેમના પુત્ર વિનોદ કુમાર તથા પત્નિ સહિતના પરિવારને અંગદાન અંગેની જાણકારી આપી. સિવિલના આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડૉ.નિલેશ કાછડીયા, અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિક્ષિત ત્રિવેદીએ તેમના પરિવારે અંગદાન અંગેની સમગ્ર માહિતી આપી હતી. તેમના પરિવારે તૈયારી દર્શાવતા સોટો અને નોટોની ગાઈડ લાઈન મુજબ કરવામાં આવી હતી. અમૃતા હોસ્પિટલની પ્લાસ્ટીક સર્જન સંજય સેમ્યુલ અને સિવિલના નિલેશ કાછડીયાએ સફળ સર્જરી કરી હતી. આજરોજ આજે ૧,૦૦

વાગે અંગ દાતાના ડાબા હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરીને એર એમ્બ્યુલન્સ દ્વારા સુરત એરપોર્ટથી ૧૨૦૦ કી.મી દુર કેરલની કોર્ચી શહેરની અમૃતા હોસ્પિટલમાં પહોચાડીને સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. અંગદાન કરનાર ધનગર પરિવાર મુળ મહારાષ્ટ્રના ધુલિયા જીલ્લાના સોનગિર ગામના મૂળ વતની છે.

આ અંગદાનના સેવા કાર્યમાં સુરત પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. ડો.નિલેશ કાછડિયા,ડો.રાહુલ અમિન અને ડો.સંજુ દ્વારા હાથને પોક્યોર કરવામાં આવ્યા હતા. આ કાર્યને સંપન્ન કરવા સુરત સિવિલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો.ગણેશ ગોવેકર, RMO ડો.કેતન નાયક, સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયં સેવકોએ જહેમત ઉઠાવી હતી.

અત્રે નોંધનીય છે કે, ગુજરાતના અમદાવાદ સિવિલમાં ત્રણ અંગદાતાઓના હાથનુ દાન, સુરત શહેરની કિરણ હોસ્પિટલમાં બે અંગદાતાઓના હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. જયારે સિવિલ હોસ્પિટલ ખાતે આજે છઠ્ઠું હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ થયું છે.

Exit mobile version