Site icon Gramin Today

સામુહિક આરોગ્ય કેન્દ્ર, કુકરમુંડા ખાતે બ્લોક હેલ્થ મેળો યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

સામુહિક આરોગ્ય કેન્દ્ર, કુકરમુંડા ખાતે બ્લોક હેલ્થ મેળો યોજાયો: 

આરોગ્યના હેલ્થ મેળામાં કુલ ૯૧૨ લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાનો લાભ લીધો..

વ્યારા-તાપી:  આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત, તાપી દ્વારા તા.૨૬-૦૪-૨૦૨૨ના રોજ કુકરમુંડા તાલુકાનો બ્લોક હેલ્થ મેળો સામુહિક આરોગ્ય કેન્દ્ર, કુકરમુંડા ખાતે યોજાયો હતો.

કુકરમુંડા તાલુકામાં યોજાયેલ બ્લોક હેલ્થ મેળા ખાતે મુખ્ય મહેમાન જીલ્લા પંચાયત, જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ, શ્રીમતિ સોનલબેન પાડવી તથા જીલ્લા પંચાયતના દંડક શ્રી રાહુલભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ઉક્ત મેળામાં તાલુકા પંચાયત, કુકરમુંડાના પ્રમુખ, જીલ્લા પંચાયત સમિતિના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સમિતિના સભ્યશ્રીઓ, ગુજરાત પ્રદેશના કારોબારી સભ્યશ્રી સુભાષભાઈ પાડવી, સરપંચશ્રી, મામલતદારશ્રી, કુકરમુંડા, તાલુકા વિકાસ અધિકારીશ્રી, કુકરમુંડા પણ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગ હસ્તક ચાલતી યોજનાઓ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, નિરામય હેલ્થ આઈ.ડી. અંતર્ગત લાભાર્થીઓને નિરામય હેલ્થ કાર્ડ તથા પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

ઉક્ત મેળા દરમ્યાન યોગા, ફુડ સેફ્ટી વાન, આરોગ્ય વિભાગના સ્ટોલ, આઈ.સી.ડી.એસ. વિભાગના સ્ટોલનું નિર્દર્શન કરવામાં આવ્યુ હતુ. સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ, સુરત તેમની ટીમ સહિત ઉક્ત મેળા દરમ્યાન આરોગ્ય સેવા પુરી પાડવામાં આવી હતી.

કુકરમુંડા તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર,કુકરમુંડા ખાતે યોજાયેલ હેલ્થ મેળામાં કૂલ-૯૧૨ લાભાર્થીઓએ ચેકઅપ કરાવ્યુ હતુ. જે પૈકી ૪૦૬ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અર્પણ કરાયા હતા. ૧૧૦ વ્યક્તિઓના ડિજિટલ હેલ્થ આઈ.ડી. જનરેટ કરવામાં આવ્યા હતા. ૫૬ લાભાર્થીઓ એ ટેલીકન્સલ્ટેશનનો લાભ લીધો હતો. ૧૦૮ લાભાર્થીઓએ ફેમીલી પ્લાનીંગ અંગે માર્ગદર્શન મેળવ્યુ હતુ. ૫૨ લાભાર્થીઓએ પિડિયાટ્રીકની મદદ લીધી હતી. ૭૪ લાભાર્થીઓએ ગાયનેક્લોજીસ્ટની સેવા લીધી હતી. આંખના ૧૦૩ દર્દીઓએ લાભ લીધો હતો. હાયપરટેન્શન અને ડાયાબિટીસના ૧૩૬ દર્દીઓએ સારવાર લીધી હતી. ૩૧૯ લાભાર્થીઓએ બ્લડટેસ્ટ કરાવ્યો હતો. આયુર્વેદના ૮૬ અને હોમીયોપેથીના ૬૨ લાભાર્થીઓએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. 

Exit mobile version