શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગના હિલ સ્ટેશન સાપુતારામા બે વિદ્યાર્થીઓના કોરોનાના પોઝેટીવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ અને તંત્ર એલર્ટ :
શાળાની જાતમુલાકાત લેતા કલેકટર શ્રી ભાવિન પંડ્યા: ટેસ્ટિંગ અને વેક્સીનેસન માટે કલેક્ટરશ્રીએ આપી સૂચના:
આહવા: સરહદી ડાંગ જિલ્લામા કોરોના સંક્રમણ ને ફેલાતો અટકાવવા માટે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત સતર્કતા સાથે ઘનિષ્ઠ પગલા લેવામા આવી રહ્યા છે.
ગઈ કાલે ગિરિમથક સાપુતારાની એક સ્કૂલના બે વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ પોઝેટિવ આવતા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા તુરત જ ઘટના સ્થળે ધસી જઈને સમગ્ર શાળા પરિવારના ટેસ્ટિંગ ની કામગીરી હાથ ધરવામા આવી હતી.
કોરોના એન્ટિજન ટેસ્ટ પોઝેટિવ આવતા બન્ને વિદ્યાર્થીઓને આઈસોલેશન મા રાખવા સાથે, શાળાના અન્ય બાળકોના ટેસ્ટ સહિત તમામ શિક્ષકો, કર્મચારીઓ, તેમના પરિવારજનોના પણ ટેસ્ટિંગ કરવામા આવી રહ્યા છે.
આરોગ્ય તંત્રની આ કામગીરીની ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ પણ સાપુતારા ધસી જઇ જાત મુલાકાત લીધી હતી. શ્રી પંડ્યાએ મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લાના તમામ એન્ટ્રી પોઇન્ટ્સ ઉપર પણ સઘન ચેકીંગ હાથ ધરવાની સૂચના આપી છે.
સાથે હોટેલ, રેસ્ટોરન્ટ, અતિથિ ગૃહો, ગેસ્ટ હાઉસ, જુદી જુદી મનોરંજન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોનુ ફરજીયાત વેક્સીનેસન થાય તે માટે પણ તેમણે જરૂરી સૂચના આપી છે.
કલેકટર શ્રી ભાવિન પંડ્યાની એક મુલાકાત વેળા ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીત, અને જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો.ડી.સી.ગામીત અને તેમની ઉપસ્થિત રહી હતી.