Site icon Gramin Today

સરકારી હોસ્પિટલ માટે નિષ્ણાંત તબીબોની નિમણુકની ભલામણ કરતા સાંસદ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  સુરત ફતેહ બેલીમ

માંડવીની સરકારી હોસ્પિટલ માટે નિષ્ણાંત તબીબોની નિમણુકની ભલામણ કરતા બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા

સુરત :- સુરત જિલ્લાના બૃહદ આદિવાસી વિસ્તાર માંડવી તાલુકાની સરકારી હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોની નિમણુક માટે બારડોલી સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ રાજ્યના આરોગ્ય વિભાગને ભલામણ કરી છે. આ સરકારી  હોસ્પિટલ માટે સાંસદશ્રી દ્વારા ફિઝિશ્યન વર્ગ-૧, ઓર્થોપેડિક વર્ગ-૧ અને પેથોલોજી વર્ગ-૧ ના નિષ્ણાંતોની નિમણુંક કરવા પત્રાચાર કરવામાં આવ્યો છે. 

           ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લાનો પૂર્વ વિસ્તાર બહુધા આદિવાસી વસ્તી ધરાવે છે. સરકારે  આદિવાસીઓની પ્રાથમિક સુવિધાઓ સાથે બહેતર આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે વિવિધ યોજનાઓ સાથે લાભો પહોંચાડ્યા છે. માંડવી સરકારી હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોની નિમણુકથી આ વિસ્તારની પ્રજાને આરોગ્યની ઉચ્ચ સેવા ઝડપથી પ્રાપ્ત થશે તેમ બારડોલી લોકસભાના  સાંસદ પ્રભુભાઈ વસાવાએ ઉમેર્યું હતું. 

Exit mobile version