Site icon Gramin Today

સરકારી વિનયન કોલેજ દ્વારા ક્રોસ કન્ટ્રી ૧૦ કિ.મી દોડ સ્પર્ધાનું આયોજન કરાયું:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

સાગબારા સરકારી વિનયન કોલેજ દ્વારા ક્રોસ કન્ટ્રી ૧૦ કિ.મી દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું;

નર્મદા: સાગબારા ખાતે આવેલ સરકારી વિનયન કોલેજ દ્વારા તા.૧૩, જાન્યુઆરી,૨૦૨૩ ના રોજ ક્રોસ કન્ટ્રી ૧૦ કિ.મી દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સ્પર્ધા SBI સાગબારા ચોકડીથી પાટ ગામ ચાર રસ્તા અને પાટ ચાર રસ્તા થી પરત SBI સાગબરા ચોકડી સુધી રાખવામાં આવેલ હતી. જેમાં કુલ ૨૬ ભાઇઓ અને ૧૫ વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો.

 ડૉ.અર્ચના ગામીત ના હસ્તે લીલી ઝંડી બતાવી સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં ભાઇઓમાં પ્રથમ ક્રમાકે વસાવા ગણેશ રમેશભાઇ, દ્વિતીય ક્રમાકે વસાવા તુષાર ડી. અને તૃતીય ક્રમાકે મહેશ જી.વસાવા રહ્યા હતા. એજ રીતે બહેનોમાં પ્રથમ ક્રમાકે શકુંતલા એન.વસાવા, દ્વિતીય ક્રમાકે જયશ્રી વી.વસાવા અને તૃતીય ક્રમાકે એસ્વર એચ. વસાવા વિજેતા થયા હતા.

 આ સ્પર્ધા પી.ટી.આઇ હર્ષદા પટેલની આગેવાની હેઠળ યોજવામાં આવી હતી. આમ, આ સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓને કોલેજનાં આચાર્યશ્રી ડૉ.ચેતન ચૌધરી અને સ્ટાફવતી અભિનંદન પાવ્યા હતા.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Exit mobile version