શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
સરકારી વિનયન કોલેજ-ઉચ્છલ ખાતે કોવિડ- ૧૯ વેક્સિનેશન કેમ્પમાં વિદ્યાર્થીઓનો ઉમદા પ્રતિસાદ:
વ્યારા-તાપી: ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ અને જિલ્લા હીવટી તંત્ર દ્વારા મળેલ સુચના અનુસર રાજ્યમાં ૧૫ થી ૧૮ ના વયજૂથના વિદ્યાર્થીઓના કોવિડ-૧૯ પ્રિકોશન ડોઝની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.
જે અન્વયે તાપીએ જિલ્લાના ઉચ્છલ કોલેજ ખાતે કોલેજના આચાર્ય ડૉ.કલ્યાણીબેન ભટ્ટ તથા સર્વે કર્મચારીઓના સામુહિક પ્રયત્નોથી ગતરોજ તા. ૦૩-૦૧-૨૦૨૨ થી સરકારી વિનયન કોલેજ,ઉચ્છલ ખાતે બાબરઘાટ સરકારી હેલ્થ સેન્ટર ની મદદથી “કોવિડ- ૧૯ વેક્સિનેશન કેમ્પ-૨૦૨૨”નું આયોજન કરવામાં આવેલ છે. કોલેજમાં ૧૦૦% વિદ્યાર્થીઓનું “કોવિડ- ૧૯ વેક્સિનેશનનો” ટાર્ગેટ નક્કી કરવામાં આવેલ છે.જેના સંદર્ભે બે દિવસમાં કુલ ૧૪૬ વિદ્યાર્થીઓએ વેક્સિન લીધી હતી. જાન્યુઆરી ૨૦૨૨ ના પહેલા અઠવાડિયા દરમિયાન કોલેજમાં રસીકરણનો કેમ્પ ચાલશે જેમાં ૧૫થે ૧૮ વર્ષના અને ૧૮થી ઉપરની વયના તમામ વેક્સીનેટેડ થાય તે માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.