શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે નવજાત બાળકો માટે ૨૦૦ કીટ અર્પણ કરવામાં આવી:
………….
તાપી, વ્યારા: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવરસે તાપી જિલ્લાના વ્યારા સ્થિત જનરલ હોસ્પિટલ ખાતે નર્સીંગ એસોસીયેશન અને મજુરામિત્ર મંડળ સુરત દ્વારા આ વિસ્તારની આદિવાસી જરૂરીયાતમંદ બહેનોના નવજાત બાળકો માટે ૨૦૦ જેટલી કીટ અને હોસ્પિટલ માટે પાંચ વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી.
આ કીટમાં નવજાત બાળકો માટેના ઝબલા, ગોદડી, રૂમાલ, લંગોટ, મોજા વગેરેનો સમાવેશ થાય છે. જે હોસ્પિટલમાં આવતી ગરીબ જરૂરિયાતમંદ આદિવાસી પ્રસૃતાઓ માટે ઉપયોગી નિવડશે. આ કીટને જરૂરીયાતમંદ મહિલાઓને આપવાની જવાબદારી હોસ્પિટલની નર્સ બહેનોએ ખુશીથી ઉપાડી છે.
કીટ વિતરણ પ્રસંગે જિલ્લા પ્રમુખ સુરજ વસાવા, સંગઠન પ્રમુખ ડૉ.જયરામભાઇ ગામીત, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, કિરણ ડોમળીયા, મજુરામિત્ર મંડળના સભ્ય અને સમાજના અગ્રણી દિવ્યેશ પટેલ સહિત હોસ્પિટલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.