શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ રિપોર્ટર: પ્રદીપભાઈ સાપુતારા
સાપુતારાની હોટેલ રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થોની ચકાસણી હાથ ધરાઈ:
સાપુતારા સહેલાણીઓ માટે નુ હાલ બેસ્ટ ડેસ્ટીનીશન બન્યું છે, સુરત, તાપી , ભરૂચ વડોદરા , નવસારી અને વલસાડ જેવાં અનેક જીલ્લાઓ ના પ્રવાસીઓ એક દિવસિય ટુર માટે આવતાં હોય છે, ત્યારે પ્રવાસીઓ અને રાહદારીઓ ઢાબા, હોટલો તથા રેસ્ટોરન્ટમાં પીરસાતા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરતા હોય છે તેઓનાં આરોગ્ય ને ધ્યાન મા લઈ જીલ્લાના ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી.
સાપુતારા: ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલ તથા ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની સૂચના અને માર્ગદર્શન અનુસાર ગિરિમથક સાપુતારાની હોટલો તથા રેસ્ટોરન્ટમાં પીરસાતા ખાદ્ય પદાર્થોની આકસ્મિક ચકાસણી આજરોજ હાથ ધરવામાં આવી હતી.
આ ચકાસણીમાં સાપુતારા સ્થિત હોટેલ સુગર એન્ડ સ્પાઇસ, પતંગ, પુરોહિત, સ્ટાર હોલી ડે હોમ સહિત સાઈ બજાર સ્થિત વેજ, નોનવેજ ભોજન પીરસતા તમામ ઢાબા રેસ્ટોરન્ટ ઉપર જાહેર જનતાના સ્વાસ્થ્યને ધ્યાને રાખી ગ્રાહકોને પીરસાતા ભોજન અને નાસ્તાની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ ઇન્સપેક્ટર ચેતન પરમાર, અને કે.જે.પટેલને સાથે રાખી, લોકોના આરોગ્ય માટે હાનીકારક અખાદ્ય શાકભાજી, છાસ, સબજી ની તૈયાર ગ્રેવી વગેરેનો સ્થળ ઉપર જ નાશ કરી સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુમાં પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા હોટેલ, રેસ્ટોરન્ટ સામે આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ ઇન્સપેક્ટર ચેતન પરમાર, અને કે.જે.પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.