Site icon Gramin Today

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દ્વારા સિસોદ્રા ગામના નદી કાંઠા વિસ્તારોમાં કરિયાણાની કીટનું વિતરણ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ 

ડેડીયાપાડા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દ્વારા સિસોદ્રા ગામના નદી કાંઠા વિસ્તારોમાં કરિયાણાની કીટનું વિતરણ કરાયુ;

NSS દ્વારા અંદાજિત 100 જેટલી કીટનું વિતરણ કરી પુર અસરગ્રસ્ત લોકો માટે ભગીરથ કાર્ય કરવામાં આવ્યું.

નર્મદા જિલ્લા ની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડીયાપાડા ના આચાર્ય ડૉ.અનિલાબેન પટેલના અધ્યક્ષ સ્થાને એન.એસ.એસ. ના સ્વયંસેવકો દ્વારા નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામના નર્મદા નદીના કાંઠા વિસ્તારના લોકો માટે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં સ્થાનિક આગેવાનોની મદદ લઈ એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા અંદાજિત 100 જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 આ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની કિટ બનાવવા માટે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ડેડીયાપાડા બજારમાં દુકાને દુકાને જઈ નદીકાંઠા વિસ્તારના પુર અસરગ્રસ્તો માટે જાહેર જનતા પાસેથી મદદરૂપ થવા માટે ફંડ એકત્રિત કરવામાં આવ્યું હતું. આ સેવા યજ્ઞમાં એન.એસ.એસ. સાથે જોડાયેલા 8 જેટલાં વિદ્યાર્થીઓ સાથે પ્રોગ્રામ ઓફિસર ડો. રમેશભાઈ વસાવા અને સાથી અધ્યાપક અધ્યાપક ડો. સુરતનભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા હાજર રહ્યા હતા.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Exit mobile version