Site icon Gramin Today

મહુવા તાલુકાના પ્રાકૃતિક ગોદમાં આવેલ બામણીયાભૂત પ્રાકૃતિક સંવાદ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ  

મહુવા તાલુકાના પ્રાકૃતિક ગોદમાં આવેલ બામણીયાભૂત પ્રાકૃતિક સંવાદ -2.0 યોજાયો;

કુદરતના ગોદમાં અને પ્રાકૃતિક સંશાધનો ની વચ્ચે આવેલ આદિકાળથી આદિવાસીઓ ભૂતોના સ્થાનાકોએ આસ્થા અને શ્રદ્ધાથી પુજા કરતા આવ્યા છે. તેવા બામણીયાભૂત ખાતે ચેન્જમેકરો નું અનોખી પહેલ એવા પ્રકૃતિ સંવાદ 2.0 નું આયોજન કરવામાં આવ્યું. જેમાં નવસારી, તાપી, ડાંગ, સેલવાસ અને સુરત જિલ્લાના ચેન્જ મેકર્સોએ ભાગ લીધો હતો.

જેમાં કાર્યક્રમની શરૂઆત કબિલાય રીતિ કે જેમાં પેઢી દર પેઢી દ્વારા ચલાવવામાં આવતી અનોખી પરંપરાઓ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી . જેમાં આદિવાસી સમાજ આજે પોતાની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ખેતી અને પશુપાલન બાબતે જે મુખ્ય વ્યસાય છે. જેમાં ૭૦% ગામડાં જોડાયેલા છે, હાલમાં આધુનિક ખેતી સાથે પ્રાકૃતખેતી વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. હાલની સ્થિતિમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આત્મહત્યા વધી રહી છે જેમાં બાળકો નું પ્રમાણ પણ વધી રહ્યું છે,

હાલ સ્થિતિમાં પ્રાથમિક શાળા માંથી માધ્યમિક શાળા જતા વિધાર્થીઓની સ્થિતિ બાબતે વિધાર્થીઓને કાઉન્સીલિંગ માટે રચનાત્મક કાર્ય થકી પગલા લેવા, ગ્રામ્યકક્ષાએ ગૃહઉધોગ સ્થાપિત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારોમાં યુવાઓ રહેલ બેરોજગારી થી રોજગારીનો વાળવા માટે જે વ્યશનના તરફ દોરાય રહેલા યુવાઓને યોગ્ય દિશા તરફ વાળી સમાજનાં યુવાઓની શક્તિનો સમાજ હિત માટે ઉપયોગ કરવા તેમજ Human Trafficking અને Taboo-Child જેવી સમાજમાં પ્રવર્તતી ગંભીર સમસ્યા ઉપર આદિવાસી સમાજ કઈ રીતે અંકુશ લાવી શકે તે માટે સમસ્યાના સમાધાનની રચનાત્મક પહેલ યુવાઘન દ્રારા હાથ ધરવામાં આવ્યા.

કાર્યક્રમમાં ઉપસ્થિત‌ ચેન્જમેકરો નરેનભાઇ ચૌધરી, દિપીકાબેન ચૌધરી, ભાવિન ચૌધરી, દિવ્યા ચૌધરી, કેયુર કોંકણી, ઘર્મેશ ચૌધરી,વિજય વસાવા સાથે અન્ય યુવાઓએ ભાગ‌ લીધો ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version