Site icon Gramin Today

ડાંગમા જિલ્લા કક્ષાનો નવરાત્રી પર્વ અંતર્ગત રાસ-ગરબા સ્પર્ધા યોજાશે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7વેબ પોર્ટલ પત્રકાર પ્રદીપ ગાંગુર્ડે

ડાંગ જીલ્લા જાહેર જનતા જોગ સંદેશ:  ડાંગમા જિલ્લા કક્ષાનો નવરાત્રી મહોત્સવ પર્વ અંતર્ગત   રાસ-ગરબા સ્પર્ધા યોજાશે :

ડાંગ: દર વર્ષની જેમ ચાલુ વર્ષ-૨૦૨૨/૨૩ દરમ્યાન જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા, જિલ્લા કક્ષા અને રાજયકક્ષા એમ બે તબકકામાં કમિશ્નનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત કરવામાં આવી છે.

જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ડાંગ દ્વારા સંચાલિત આ નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાની વય જુથ ૧૪ વર્ષ થી ૩૫ વર્ષ સુધીની નક્કી કરવામા આવેલ છે.

આ માટે જિલ્લા કક્ષા નવરાત્રી રાસગરબા સ્પર્ધાની એન્ટ્રી માટે તારીખ ૨૫/૯/૨૦૨૩ સાંજે ૪:૦૦ કલાક સુધીમાં, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી આશ્રમ રોડ, ડાંગ કલબ, આહવાને મોકલી આપવા માટે જણાવેલ છે.

જિલ્લા કક્ષાની સ્પર્ધા તારીખ: ૨૭/૯/૨૦૨૩ના રોજ, સ્થળ:  ડાંગ સ્વરાજ આશ્રમ-આહવા ખાતે યોજવામાં આવશે. જેથી ડાંગ જિલ્લાની શાળા/સંસ્થાની એન્ટ્રીઓ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, આશ્રમ રોડ, ડાંગ કલબ, આહવાને સમય મર્યાદામાં મોકલી આપવા માટે જિલ્લા રમત-ગમતની એક અખબારી યાદીમા જણાવાયુ છે.

આ અંગેની વધુ માહિતી કે માર્ગદર્શન માટે જિલ્લા રમત ગમત અધિકારી શ્રી વીરલકુમાર ચૌધરી (PYDO), સંપર્ક નંબર 9825122348 તેમજ મયુરભાઇ સોલંકી, સંપર્ક નંબર 9924644876 ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.

Exit mobile version