Site icon Gramin Today

ગંગપુર ખાતે પ્રેમ પ્રકાશ આશ્રમ સુરતના સહયોગથી ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ, રિપોર્ટર કમલેશ ગાંવિત

ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર ખાતે પ્રેમ પ્રકાશ આશ્રમ સુરતના સહયોગથી ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો:

મકર સક્રાંતિ ઉતરાયણ પર્વ નિમિત્તે દાન ધર્મનું વિશેષ મહત્વ હોય છે, 

વાંસદા: મકર સક્રાંતિ ઉતરાયણ પર્વ નિમિત્તે ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર ખાતે પ્રેમ પ્રકાશ આશ્રમ સુરતના સહયોગથી ધાબળા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સુરતથી પધારેલ આંતરાષ્ટ્રીય ભારત સેવા શ્રમસંઘના મંત્રી એવા પુજનીય સ્વામી અંબરીશાનદજી મહારાજ તેમજ સુરતથી પધારેલ યોગ ગુરુ હરપાલ શાસ્ત્રીજી તેમજ નારાયણ ગગવાણી તેમજ નંદકિશોરજી, રાહુલ ગગવાણી ભારત સેવા શ્રમ સંઘ ગંગપુરના મંત્રી એવા શ્રી વિશ્વરૂપાનંદજી મહારાજ તેમજ સંસ્થાના અગ્રણી એવા શ્રી નીમીષભાઈ વ્યાસ તેમજ રાજુભાઈ સંસ્થાના ટ્રસ્ટી એવા શ્રી મગનભાઈ માહલા તેમજ ગંગપુર ગામના સરપંચશ્રી રાજેન્દ્રભાઈ ભગરિયા, સુરેશભાઇ થોરાટ તેમજ મુબઈથી પધારેલ સંસ્થા ના દાતા એવા શ્રીચંદ્રકાંતભાઈ તેમનો પરિવાર, મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં આ કાર્યક્રમમાં આજુ બાજુના ગામોમાં માથી પધારેલા ગ્રામ જનો ને પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત ના સહયોગથી 1000 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. તમામ લાભાર્થીઓ, ગ્રામજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા વીવીધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી તેમજ દાતા શ્રીઓ દ્વારા બાળકો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યા તેમજ સ્ટાફ મિત્રો તેમજ આશ્રમ સ્ટાફે ખુબ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Exit mobile version