Site icon Gramin Today

મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામા શંકુઝ નેચરલ હેલ્થ સેંટર ખાતે ત્રિદિવસીય કોન્ફરન્સ નું આયોજન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ આવતી કાલે ,રવિવાર 10 સપ્ટેમ્બર ના રોજ બપોરે 12 કલાકે ઇન્ટરનેશનલ કોનફરન્સ ઓન કલીનિકલ રિસર્ચ ફોર રોલ ઓફ સાયકોલોજી ,યોગ એન્ડ નેચરોપથી ફોર વેલબીંગના સમાપન સમારોહ ની અધ્યક્ષતા કરશે: 

મહેસાણા જિલ્લાના શંકુઝ નેચરલ હેલ્થ સેંટર ખાતે આ ત્રિદિવસીય કોન્ફરન્સ નું આયોજન ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ, ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તેમજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સહિત વિવિધ સંસ્થાઓ ના સહયોગથી કરવામાં આવ્યું છે.

 આ કોન્ફરન્સ પ્રવર્તમાન યુગમાં માનવ જાતની સ્વાસ્થ્ય સુખાકારી માટે અદ્યતન વૈજ્ઞાનિક શોધ સંશોધન સાથે આપણી પારંપરિક ચિકિત્સા પધ્ધતિઓ તેમજ સાયકોલોજી,યોગ અને નેચરોપથીના સંયોજન માટે ના સામૂહિક વિચાર મંથન માટે યોજાઈ છે.

સમગ્ર ભારતમાંથી 315 થી વધુ અધ્યાપકો,Doctors, Holistic Healers, Yoga coach, yog experts ,વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિક નિષ્ણાતો આ કોન્ફરન્સ માં એકત્રિત થવાના છે.

 એટલું જ નહિ , કાર્યક્રમ દરમિયાન 120 થી વધુ સંશોધન પેપર પણ રજૂ થવાના છે.

આ સાથે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 5 જેટલાં વ્યક્તિઓને આ કોન્ફરન્સ માં એવોર્ડ એનાયત કરવામાં આવશે.

Exit mobile version