Site icon Gramin Today

મહિલા સામખ્યા નર્મદા દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના રસીકરણ જાગૃતિ અભિયાન હાથ ધરાયું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

મહિલા સામખ્યા નર્મદા દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના રસીકરણ બાબતે  જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું; માતૃભાષા કે  લોકબોલીમાં સમજાવી ને  ભાઈ બહેનોને જાગૃત કરી, રસી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. 

મહિલા સામખ્ય નર્મદા દ્વારા ડેડીયાપાડા, સાગબારા, નાદોદ, ગળતેશ્વરમાં કોરોના રસી અંગે લોકોને સમજણ પડે એ હેતુસર પોતાની ભાષામાં રસીકરણ જાગૃતતા અભિયાન હાથ ધરાયું હતું, 

જેથી આવનાર સમયમાં કોરોના મહામારી ને હરાવી શકાય એ માટે બહેનો દ્વારા સ્થાનિક ભાષામાં જાણકારી આપી હતી, તેમજ બહેનોને જાગૃત કરી, રસી લેવા માટે પ્રોત્સાહિત કરાયા હતા. નર્મદા જિલ્લામાંથી જે.આર.પી. માછી કેતલબેન તથા જે.આર.પી. શ્રીમતી પ્રજ્ઞાબેન દ્વારા સમગ્ર આયોજન કરાયું હતુ. 

જેમા સંઘ, મહાસંઘની બહેનો, માહિતી સંચાલિકા બહેનો, સીઆરપી બહેનો, ફેડરેશનના પ્રમુખ, મંત્રી સ્ત્રીઓ તથા ડેડીયાપાડા તાલુકા પ્રમુખ તારાબેન વસાવા સહિત અનેક બહેનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

Exit mobile version