Site icon Gramin Today

બારીપાડા ગામે નિ:શુલ્ક આયુર્વેદિક આરોગ્ય કેમ્પ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, પત્રકાર: પ્રદીપ ગાંગુર્ડે સાપુતારા 

બારીપાડા ગામે નિ:શુલ્ક આયુર્વેદિક આરોગ્ય કેમ્પ યોજાયો:

સાપુતારા: ડાંગ જિલ્લાના આહવા તાલુકાના બારીપાડા ગામે નિ:શુલ્ક આયુર્વેદિક આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો.

ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ અગાઉ પણ ડાંગ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમા નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પ યોજાયા હતા અને આ સેવાયજ્ઞ નો અત્યાર સુધી અનેક દર્દીઓ લાભ લઈ ચુક્યા છે.

નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કેમ્પમાં સ્થાનિક વિસ્તારના ૧૨૦થી વધુ દર્દીઓએ સારવારનો લાભ લિધો હતો. તેઓને નિ:શુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. બારીપાડા ખાતે યોજાયેલા આયુર્વેદિક કેમ્પમાં નિહાર ચેરિટેબલ સંસ્થાના ટ્રસ્ટી ડો. મુકેશભાઈ પટેલ દ્વારા લુપ્ત થતી કુદરતી ઉપચારો વિશે લોકોને સમજણ આપવામાં આવી હતી.

સાથે જ શરીરને તંદુરસ્ત રાખવા માટેના ઉપાયો, વ્યસનમુક્તિ, યોગ તેમજ કુદરતી દવાઓની ઉપયોગીતા વિશે લોકોને જાણકારી આપવામાં આવી હતી. આરોગ્ય કેમ્પમાં શરદી, ખાંસી, કફ, સાંધાનો દુખાવો, દાંતના દર્દીઓ તેમજ અન્ય બીમારીઓ ધરાવતા દર્દીઓને નિ:શુલ્ક દવાઓ વિતરણ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પહેલા પણ ડાંગ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમા નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પ યોજવામા આવ્યા હતા. અત્યાર સુધી એક હજારથી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો છે.

Exit mobile version