Site icon Gramin Today

પોષણ માસ સપ્તાહ અંતર્ગત અતિકુપોષિત બાળકોનો આરોગ્ય તપાસનો કેમ્પ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, રિપોર્ટર પ્રદીપભાઈ સાપુતારા 

પોષણ માસ સપ્તાહ અંતર્ગત અતિકુપોષિત બાળકોનો આરોગ્ય તપાસનો કેમ્પ યોજાયો.

આહવા: સરકારનો સુત્ર ‘સહિ પોષણ દેશ રોશન’ ને ડાંગ જિલ્લા આહવા તાલુકાના અધિકારીઓ સાર્થક કરવા માટે તત્પર દેખાઈ રહ્યા છે. પોષણ માસ સપ્તાહની દેશ ભરમાં ઉજવણી થઇ રહી છે. ત્યારે, મહિલા અને બાળ વિકાસ વિભાગ આહવા ડાંગ દ્વારા આયોજીત કુપોષિત બાળકોને સુપોષિત કરવાના સંદર્ભે આહવા તાલુકાના અતિકુપોષિત બાળકોની આરોગ્ય તપાસનો કેમ્પ યોજાયો હતો.

અતિકુપોષિત બાળકોની આરોગ્ય તપાસનો કેમ્પ સરકારી આર્યુવેદિક હોસ્પિટલ ખાતે યોજાયો હતો. જેમાં કુલ ૩૭ કુપોષિત, અને ૧૮ અતિકુપોષિત બાળકો મળી કુલ ૫૫ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. 

આરોગ્ય તપાસની સાથે આ બાળકોને સુવર્ણપ્રાસનના ટીપા પણ પિવડાવામાં આવ્યા હતા. બાળકોને બાલ અમૃત રસાયણ, અને અન્ય જરૂરી આર્યુવેદિક દવાઓ આપવામાં આવી હતી. આ આરોગ્ય કેમ્પમાં જિલ્લા આયુર્વેદિક અધિકારીશ્રી ડો. મિલન દશોદી દ્વારા બાળકોની તપાસ સાથે, બાળકોના વાલીઓને આરોગ્ય-પોષણ શિક્ષણ, THR-ટેક હોમ રાશનના પેકેટ્સના ફાયદાઓ, અને ડાંગના સ્થાનિક પોષ્ટિક ખાધપદાર્થ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. અને કુપોષણ મુક્ત ગુજરાત તરફ એક ડગલું આગળ વધારી, આહવા સેજાના કુપોષિત બાળકોને કેમ્પ દ્વારા વિશેષ લાભ આપવામાં આવ્યો હતો.

Exit mobile version