Site icon Gramin Today

નર્મદા જિલ્લામાં વોર્ડ તથા ગ્રામ્યકક્ષાની સુર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

નર્મદા જિલ્લામાં વોર્ડ તથા ગ્રામ્યકક્ષાની સુર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ:

નગરપાલિકા તેમજ તાલુકાકક્ષાની સ્પર્ધાઓ તા.૨૩ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ યોજાશે:

રિપોર્ટર સર્જન વસાવા, નર્મદા: સમગ્ર જિલ્લામાં વોર્ડ તથા ગ્રામ્યકક્ષાની સુર્ય નમસ્કાર સ્પર્ધામાં શિક્ષકો અને બાળકોએ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી રહ્યાં છે. સૌ પ્રથમ વાર મોટાપાયે યોજાયેલી આ સ્પર્ધાઓમાં સહભાગી થયેલા ટોચના સ્પર્ધકોને તાલુકાકક્ષાની સ્પર્ધાઓમાં મોકલવામાં આવશે. પ્રથમ તબક્કાની સ્પર્ધાના સમાપન બાદ નગરપાલિકા તેમજ તાલુકાકક્ષાની સ્પર્ધાઓ તા.૨૩ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ યોજાશે. 

તાલુકા કક્ષાની સ્પર્ધાઓનું નાંદોદ તાલુકાકક્ષા માટે શ્રી નવદુર્ગા હાઈસ્કુલ રાજપીપલા, શ્રી માધ્યમિક શાળા ગરૂડેશ્વર, શ્રી કે.એમ.શાહ હાઈસ્કુલ તિલકવાડા, શ્રી રૂપલ બી. ગજ્જર દેડિયાપાડા અને સરકારી હાઈસ્કુલ સાગબારા ખાતે આયોજન કરવામાં આવશે. તાલુકાકક્ષાની સ્પર્ધાના પ્રથમ ક્રમના વિજેતા ખેલાડી તા. ૨૬ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ નવદુર્ગા હાઈસ્કુલ રાજપીપલા ખાતે યોજાનારી જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. તેમ, જિલ્લા રમત વિકાસ અધિકારી નર્મદા તરફથી મળેલ અખબારી યાદીમાં જણાવાયું છે.

Exit mobile version