શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
‘વિશ્વ હૃદય દિવસ’ નિમિત્તે ડાંગના આઠ બાળકોને મળશે વિનામૂલ્યે હૃદયની સારવાર;
ડાંગ, આહવા: ‘વિશ્વ હ્રદય દિવસે’ ડાંગ જિલ્લાના આઠ બાળકોને વિનામૂલ્યે હૃદયની સારવાર મળે તેવો સ્તુત્ય પ્રયાસ ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયો છે. એવું કહી શકાય ‘વિશ્વ હૃદય દિવસ’ નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી.
ડાંગના મોગરા, કમદયાવન, દગડીઆંબા, બોરપાડા, આમસરવલણ ગામના આંગણવાડી કેન્દ્રો તથા પ્રાથમિક શાળાના મળી કુલ આઠ બાળકોને હૃદય રોગ સંબંધિત સુપર સ્પેશ્યાલિટી સારવાર અર્થે, અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે મોકલવામા આવ્યા છે.
જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીતના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ આ બાળકોને ડાંગથી સ્પેશિયલ મીની બસ દ્વારા આરોગ્ય વિભાગની ટિમ સાથે અમદાવાદ મોકલાયા છે. જેમને તમામ સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાશે. એમ અખબારી યાદીમાં ડાંગ જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીતે જણાવ્યું હતું.