Site icon Gramin Today

જિલ્લા ભાજપા દ્વારા CPR ટ્રેનિંગ અભિયાન હેઠળ કાર્યક્રમ યોજાયો:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

સરકારી મેડિકલ કોલેજ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા ભાજપા સંગઠન દ્વારા CPR ટ્રેનિંગ અભિયાન હેઠળ કાર્યક્રમ યોજાયો;

નર્મદા: “અવિરત સેવા છે જેનું અભિન્ન અંગ એ છે ભાજપ સંગઠન” હાર્ટ એટેકના બનાવોને ધ્યાનમાં લઈને નર્મદા જિલ્લાનાં ભાજપ દ્વારા કાર્યકર્તા CPR (Cardiopulmonary Resuscitation) ટ્રેનિંગ અભિયાન હેઠળ સરકારી મેડિકલ કોલેજ, રાજપીપળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં તજજ્ઞ તબીબો પાસેથી CPR ની તાલીમ મેળવી હતી.

 આ સાથે આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન દેશમુખ, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી વિક્રમભાઈ તડવી, શ્રી રમેશભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્યશ્રી મોતીભાઈ વસાવા, મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી જયશ્રીબેન ધામેલ સહિતના હોદ્દેદારશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Exit mobile version