Site icon Gramin Today

ઉ.બુ. આશ્રમશાળા હિંદલા ખાતે આરોગ્યલક્ષી માર્ગદર્શન અંગે વર્કશોપ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

સોનગઢ તાલુકાના હિંદલા ગામ માં કાર્યરત શેક્ષણીક સંસ્થા  ઉત્તર બુનિયાદી આશ્રમશાળા હિંદલામાં બહેનોના ગાયનેક પ્રશ્નો અંગે ડોકટર દંપતિ દ્વારા નિઃશુલ્ક સલાહ, માર્ગદર્શન અને જાગૃતિનો ભગીરથ પ્રયાસ..

વ્યારા-તાપી: સોનગઢ તાલુકાના હિંદલા ગામ માં કાર્યરત શેક્ષણીક સંસ્થા  ઉત્તર બુનિયાદી આશ્રમશાળા હિંદલામાં ધો.૯ અને ધો.૧૦માં અભ્યાસ કરતી કિશોરીઓને તરુણ અવસ્થામાં ઉપયોગી આરોગ્યલક્ષી શિક્ષણ, બહેનોનાં ગાયનેક પ્રશ્ર્નો અને એ નિવારવા માટે શું કાળજી રાખવી જોઈએ તેમજ જાગૃતિ માટે સલાહ – તજજ્ઞ ડોકટરોના માર્ગદર્શન હેઠળ એક વર્કશોપ યોજાયો હતો. જેમાં વ્યારાના ડો. અરવિંદભાઈ પટેલ અને તેમના પત્નિ ડો. ભારતીબેન પટેલે વિદ્યાર્થીનીઓને સિકલસેલ વિશે સમજ આપી વિસ્તૃત જાણકારી પ્રદાન કરી હતી. વર્કશોપમાં ઇન્ટર્ન શીપ માટે આવેલ સ્નાતક અધ્યાપન મંદિર,વેડછી અને કોલેજ ઓફ એજ્યુકેશન વડસ્માની બહેનોએ પણ આ સેમીનારમાં ભાગ લીધો હતો.


વર્કશોપ દરમિયાન કિશોરીઓમાં અવેરનેસ વધારવાની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ ડોકટર દંપતિ તરફથી શાળાની ૫૩ વિદ્યાર્થિનીઓને પૂરતાં પ્રમાણમાં સેનેટરી પેડ વિતરણ કર્યા હતા. આશ્રમશાળાની તમામ દિકરીઓએ વ્યક્તિગત મુલાકાત લઈ માર્ગદર્શન મેળવ્યું હતું. અંતરિયાળ વિસ્તારમાં શાળાની મુલાકાત લઈ માર્ગદર્શન આપવા બદલ શાળાના આચાર્યા શ્રીમતિ બિંદુબહેન દેસાઈએ ડોકટર દંપતિનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ સમાપ્ત જાહેર કર્યો હતો. અંતમાં દીકરીઓએ ડોકટરો, શિક્ષકો સહિત સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો.

Exit mobile version