Site icon Gramin Today

આહવાની સરકારી માધ્યમિક શાળા ખાતે તમાકુ મુક્ત ભવિષ્ય માટે શાળા પરિવાર દ્વારા સ્વરક્ષણની પ્રતિજ્ઞા લેવાઇ :

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ,  પ્રદીપ ગાંગુર્ડે સાપુતારા

આહવાની સરકારી માધ્યમિક શાળા ખાતે તમાકુ મુક્ત ભવિષ્ય માટે શાળા પરિવાર ના દરેક સભ્યો દ્વારા સ્વરક્ષણની પ્રતિજ્ઞા લેવાઇ હતી:

આહવા:  ડાંગ જિલ્લાની આહવા સ્થિત સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે તાજેતરમાં ‘તમાકુ મુક્ત ભવિષ્ય’ માટે શાળાના તમામ શિક્ષકો દ્વારા પ્રતિજ્ઞા લેવામા આવી હતી.

વ્યસન મુક્ત શૈક્ષણિક સંસ્થા બનવા માટે શૈક્ષણિક સંસ્થાઓની 100 વારની ત્રિજ્યામા કોઈપણ પ્રકારની તમાકુ કે તમાકુ બનાવટનુ વેચાણ કરવુ કાનુની ગુનો બને છે. તે અંગેના કાયદાની જાણ કરતા, જવાબદાર અધિકારીઓના નામ, નંબર સાથે દિશા સૂચક બોર્ડ શાળાના ગેટ પાસે લગાવવામા આવ્યા હતા. 

શાળાના વિદ્યાર્થી, શિક્ષકો પોતે અને પોતાનો પરિવાર તેમજ પોતાના ગામમા પણ વ્યસન મુક્તિ અભિયાનમા જોડાય તે અંગે શાળાના આચાર્ય શ્રી અમરસિંહ ગાગુર્ડે તેમજ શિક્ષકો દ્વારા વિધ્યાર્થીઓને માગદર્શન પુરૂ પાડવામા આવ્યુ હતુ. 

 

Exit mobile version