શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
વઘઈ સામુહિક આરોગ્ય કેન્દ્રમા દર્દીઓના આરોગ્ય સાથે રમાતી રમત કોઈનો ભોગ લેશે..?
અધિકારીઓ અને સામાજિક આગેવાનો બન્યા મુક દર્શક…! ડાંગની ગરીબ અને અભણ જનતા ને આરોગ્યલક્ષી સેવા માટે વંચિત કેમ રાખ્યાં છે..?
પ્રાપ્ત માહિતી અનુસાર વઘઇ સામુહિક આરોગ્ય કેન્દ્રના આધિકારી મિત્રો દર્દીઓ સાથે ગંભીર પ્રકારની રમત રમી રહયા હોય એવું લાગી રહ્યું છે, છેલ્લા એક મહિનાથી આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ત્યાંના અધિકારીઓ દ્વારા એમ્બ્યુલન્સ બહાર કાઢવામાં નથી, જાણવા મળેલ અને જોવા મળેલ માહિતી અનુસાર એમ્બ્યુલન્સમા ટાયર નથી તો શું ગ્રાન્ટના અભાવે ખરીદી કરવામાં આવેલ નથી..? શું ત્યાંના અધિકારી મિત્રો ગરીબ વર્ગના લોકોને એમ્બ્યુલન્સની સેવા આપી નથી શકતા કે કરવામાં આનાકાની કરી રહયા છે તે સમજાતું નથી કેમ આવા અધિકારીઓ દર્દીઓ પ્રત્યે સજાગ નથી…!
ગુજરાત સરકારમાં તો આરોગ્યલક્ષી સેવાઓ માટે એવા દાવા કરવામાં આવી રહયા છે કે અમારા દ્વારા દર્દીઓ માટે ઘણી બધી સેવાઓ ઘર આંગણે આપવામાં આવે છે પરંતુ વઘઇ સામુહિક આરોગ્ય કેન્દ્ર મા તો કંઈક જુદુજ જોવા મળી રહ્યું છે, ખાલી લોકોના જીવન સાથે ત્યાંના અધિકારીઓ દ્વારા ફક્ત ને ફક્ત રમત રમત જ રમી રહયા હોય એવું લાગી રહ્યું છે, શું સરકાર દ્વારા આની ઉપર કોઈ પ્રકારના પગલાં લેવામાં આવશે કે પછી પાછું બધુજ શંકાના દાયરામાં આમ જ યથાવત રહેવા પામશે એવું લાગી રહ્યું છે, વઘઇ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખાલી શોભાના ગાઠીયા સમાન જ દેખાવ કરશે ?
એક મહિના જેટલાં લાંબા સમય સુધી એમ્બ્યુલન્સ જો કોઈ દર્દીને આપવામાં આવી નથી તો શું ત્યાંના અધિકારીઓનું ધ્યાન મા આવેલ નથી ? કે પછી ડાંગના જવાબદાર અધિકારી દ્વારા માહિતી નથી કે કોઈ દર્દીઓને તકલીફ તો પડતી નથી ને ?
અહિયાં તો એવું પ્રતીત થઈ રહ્યું છે “અપના કામ બનતા તો કહીભી જાયે જનતા” કદાચ એવું તો નથી વિચારી રહ્યા ને કે અમારો પગાર તો મળવાનો જ છે તો વધારા ની દર્દીઓની ચિંતા શા માટે..!
ગરીબ દર્દીઓ કોઈ દિવસ બોલશે નહીં કે કોઈને કહેશે પણ નહીં..! આ ડાંગની પરિસ્થિતિ છે એ બધાજ અધિકારીઓ જાણે છે ઉપરથી નીચે સુધીના બધાજ અધિકારીઓ ને જાણમાં છે હવે જોવાનું રહ્યું કે સમાચાર પ્રસિદ્ધ થયે સરકાર દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે…?