Site icon Gramin Today

નર્મદા જિલ્લામાં વિવિધ સેન્ટરો ખાતે કોવિડ વેક્સીનેશન મેગા ડ્રાઇવ યોજાઇ:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદા જિલ્લામાં વિવિધ સેન્ટરો ખાતે કોવિડ વેક્સીનેશન મેગા ડ્રાઇવ યોજાઇ;

         જિલ્લા આરોગયતંત્ર ધ્વારા પ્રવર્તમાન પરીસ્થિતિને અનુલક્ષીને રાજ્યવ્યાપી હાથ ધરાયેલા કોવિડ વેક્સીનેશન મેગા ડ્રાઇવ અભિયાન અંતર્ગત આજે રાજપીપલા શહેરી વિસ્તાર સહિત જિલ્લા-તાલુકા કક્ષાએ કુલ-૩૪ જેટલા વિવિધ સેન્ટરો ખાતે વેક્સીનેશન મેગા ડ્રાઇવ યોજાઇ હતી.

અત્રે એ ઉલ્લેખનિય છે કે, જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો ઉપરો અને મોબાઇલ ટીમ દ્વારા સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ ૧૨ થી ૧૪ વર્ષના બાળકો, ૧૫ થી ૧૭ વર્ષના યુવાઓ તેમજ ૧૮ થી ૬૦ વર્ષના બાકી રહેલ હોય તેવા લાભાર્થીઓને વેક્સીનેશનનો પ્રથમ, બીજો (સેકન્ડ) ડોઝ આપવાની સાથે હેલ્થકેર વર્કર, ફન્ટલાઇન વર્કરો અને ૬૦ થી વધુની વયના બાકી રહેલ તમામ વયસ્કોને પણ પ્રીક્રોશન ડોઝ આપવાની કામગીરી કરવામા આવી હતી. તા. ૨૨ મી મે,૨૦૨૨ ને રવિવારના રોજ બપોરે ૪:૩૦ કલાક દરમિયાન કુલ-૭૪૪૭ જેટલા વ્યક્તિઓએ કોરોના વેક્સીનની રસીનો લાભ લીધો હતો. 

Exit mobile version