Site icon Gramin Today

ઝઘડીયા કોગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  ભરૂચ  સુનિતા રજવાડી 

આજ રોજ ઝઘડીયા ખાતે ઝઘડીયા કોગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું: 

જેમાં કોવિડ-19 વાઇરસની મહામારી ને કારણે મૃત્યુ પામેલા ના પરિવારજનોને NDRF ના નિયમ મુજબ રૂપિયા 4 લાખની સહાય આપવા , તેમજ તમામ જે કોવિડના દર્દીઓના હોસ્પિટલના બીલ માફ કરવા,તેમજ કોવિડ-19 વાયરસની મહામારી દરમ્યાન સરકાર ની ગુનાહિત બેદરકારીની તપાસ કરાવવા બાબતે, ઝઘડીયા મામલતદાર શ્રી તેમજ પ્રાંત સાહેબશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું,

આજના આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં કોગ્રેસ ઝઘડીયા તાલુકા પ્રમુખ ફતેસિગભાઈ વસાવા, તેમજ કોગ્રેસ કાયૅકર્તાઓ સહીત અનેક કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version