શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
વઘઇ તાલુકામા તા.૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન સામૂહિક દવા વિતરણ કાર્યક્રમ યોજાશે:
વઘઈ: એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં ફાઇલેરિયા નિર્મુલન અંગેનો લક્ષ્યાંક નક્કી કરવામા આવેલ છે. જે કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ૯૭ ગામોના કુલ ૮૯૭૮૩ લોકોને DEC અને આલ્બેન્ડાઝોલ ટેબલેટનો સામુહિક દવા વિતરણનો કાર્યક્રમ તારીખ ૧૦ થી ૧૨ ફેબ્રઆરી દરમિયાન વઘઇ તાલુકાની સાકરપાતળ, ઝાવડા અને કાલીબેલ પી.એચ.સી દ્વારા કરવામા આવનાર છે.
આ કાર્યક્રમના આયોજન તેમજ પ્રચાર પ્રસારના ભાગરૂપે, ડાંગ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિંમાશુ ગામિતના માર્ગદર્શન હેઠળ, ડી.એમ.ઓ શ્રી ડો.દિલીપ શર્મા દ્વારા પત્રકારો સાથે એક “પ્રેસ મીંટગ”નુ આયોજન કરવામા આવ્યુ હતુ.
જેમા માહિતી આપતા શ્રી ડો.દિલીપ શર્માએ જણાવ્યુ હતુ કે, જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન ભારત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સૂચવેલ નવી બ્લોક વાઇઝ સ્ટ્રેટેજી અનુસાર, જિલ્લાના વિસ્તારોમા ફાઇલેરીયા રોગ સર્વે માટે નાઇટ બ્લડ સર્વેની કામગીરી હાથ ધરતા, વઘઇ તાલુકાના વિસ્તારમા નક્કી કરેલ સર્વેની સાઇટ્સમા માઇક્રો ફાઇલેરિયા રેટ ૧ થી વઘુ નોંધાતા તારીખ ૧૦ થી ૧૨ ફેબ્રઆરી દરમિયાન વઘઇ તાલુકાની સાકરપાતળ, ઝાવડા અને કાલીબેલ પી.એચ.સી દ્વારા સામુહિક દવા વિતરણ હાથ ધરવામા આવનાર આવનાર છે.
જેમા વઘઇ તાલુકાના ૯૭ ગામોના કુલ ૮૯૭૮૩ લોકોને આવરી લેવામા આવ્યા છે. આરોગ્યકર્મીઓ દ્વારા “ડોટ પધ્ધતી” મુજબ રૂબરૂમા દરેક DEC અને આલ્બેન્ડાઝોલ ટેબલેટ આપવામા આવશે. વધુમા શ્રી ડો.દિલીપ શર્માએ જણાવ્યુ હતુ કે, ફાઇલેરિયા મુક્ત ભાવી પેઢી માટે આ દવાઓ લેવી જરૂરી છે. આ દવાઓની કોઇ પણ આડઅસર નથી. હાથીપગાથી મુક્ત ભાવી પેઢી બનાવવા માટે સરકાર કટીબધ્ધ છે.
પત્રકાર : દિનકર બંગાળ, ગ્રામીણ ટુડે ન્યુઝ વઘઇ (ડાંગ)