Site icon Gramin Today

8 થી 13 વર્ષના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન, જિલ્લાથી ત્રણ કૃતિઓ રાજ્યકક્ષાએ મોકલાશે::

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર

તાપી જિલ્લામાં 8 થી 13 વર્ષના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું જિલ્લામાં ત્રણ શ્રેષ્ટ  ચિત્રની પસંદગી કરીને  બાદ માં  કૃતિઓ રાજ્ય કક્ષાએ મોકલાશે:

વ્યારા: રમત-ગમત તથા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના નેજા હેઠળ જિલ્લા રમત-ગમત અધિકારી કચેરી અને તાપી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા ‘હોળી’ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાનાર છે. જેમાં 8 થી 13 વર્ષના બાળકો સ્પર્ધામાં ભાગ લઈ શકશે. એક તરફ વિશ્વવ્યાપી કોરોના મહામારીએ વિશ્વ સાથે ભારત દેશ અને રાજ્ય સહિત તાપી જિલ્લામાં પણ પગ પસાર્યા, જો કે જિલ્લા તંત્રના લોકહિતમાં લીધેલ નિર્ણયો અને આયોજનબદ્ધ કામગીરીને લીધે જિલ્લામાં કોરોનાને કંટ્રોલમાં કરવું શક્ય બન્યું પરંતુ કોરોનાને ફેલાતો અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ ખુબ જ જરૂરી છે તેને ધ્યાને લેતા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.
તમામ સ્પર્ધકોએ પોતાના ઘરે જ A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પોતે કૃતિ તૈયાર કરી તેને માઉનટીંગ કરાવ્યા બાદ જિલ્લા રમત ગમત કચેરી, બ્લોક નં-6, પ્રથમ માળ જિલ્લા સેવા સદન, પાનવાડી, વ્યારા-તાપી ખાતે તા.15.02.2021 થી તા.02.03.2021ના રોજ બપોરે 12 કલાક સુધીમાં મોકલી આપવાના રહેશે. કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઇ-મેઈલ ID વગેરે જેવી બાબતનો ઉલ્લેખ કરવાનો રહેશે તથા સાથે ઉમરના પુરાવા તરીકે આધાર/પાનકાર્ડની નકલ ફરજિયાત જોડવાની રહેશે અને બાહેધરી પત્ર આપવાનો રહેશે. તાપી જિલ્લામાંથી ત્રણ ચિત્રની પસંદગી કરાયા બાદ રાજ્યકક્ષાએ ચિત્રો મોકલવામાં આવશે. એમ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. 

Exit mobile version