Site icon Gramin Today

હરિઑમ વનવાસી અનાથ કન્યા આશ્રમશાળાને જિલ્લા વિકાસ અધિકારી નવસારી દ્વારા વિવિધ સહાય.

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ વાંસદા કમલેશ ગાંવિત

નવસારી જીલ્લાનાં વાંસદા તાલુકામાં ઉમરકુઇ ગામે ચાલતી  હરિઑમ વનવાસી અનાથ કન્યા આશ્રમશાળાને જિલ્લા વિકાસ અધિકારી નવસારી દ્વારા વિવિધ સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું:

 

આજ રોજ નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી. પ્રશસ્તિ યારિક  દ્વારા હરિઓમ વનવાસી અનાથ આશ્રમશાળામાં અભ્યાસ કરતી  કન્યાઓની  મુલાકાત કરવામાં  આવી. મેડમ અને અધીકારીઓની  આશ્રમશાળા ખાતેની મુલાકાત બદલ દીકરીઓમાં ખુશીનો માહોલ:

ઉમરકુઇ ગામે ચાલતી  હરિઑમ વનવાસી અનાથ કન્યા આશ્રમશાળા જેમાં આશ્રમશાળામાં રહી અભ્યાસ કરતી તમામ કન્યાઓને જીવન ઉપયોગી જરૂરિયાતની વસ્તુઓની કીટ વિતરણ કરવામાં  આવી સાથે  ખોરાક માટે અનાજમાં  ચોખા ,દાળ,નાસ્તામાં બિસ્કિટ ચણા આપવામાં આવ્યાં હતાં, વિકાસ અધિકારી મેડમ  દ્વારા  અનાથ દીકરીઓને જીવનમાં આગળ વધવા માટે ખુબજ જરૂરી માર્ગદર્શનો પુરા પડ્યા હતાં,  તેમજ કોઈ પણ મદદ કરવા તૈયાર છું. એમ કહીને દીકરીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું સાથે જ  ખુબજ મહેનત કરી આગળ વધવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં વાંસદા તાલુકા વિકાસ અધિકારી,તાલુકાના અધિકારીઓ ગામના સરપંચ હાજર રહયા હતા. જેથી આ સંસ્થા ના પ્રમુખ નિલેશભાઈ પવાર, લક્ષ્મીબેન એન. પવાર તેમજ સંસ્થાના સહયોગી ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ધોરાજીયા એ જિલ્લા વિકાસ અધિકારી,તાલુકા વિકાસ અધિકારી તેમજ અન્ય મહાનુભાવોને મુલાકાત બદલ અને આપેલ સહયોગ અને પ્રોત્સાહન બદલ આભાર  વ્યકત કર્યો હતો.

 

Exit mobile version