Site icon Gramin Today

“જ્ઞાન શક્તિ દિવસ” કાર્યક્રમના પ્રારંભથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે શ્રેણીબધ્ધ કાર્યક્રમોની શૃંખલાનો થનારો આરંભ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

તદ્અનુસાર, તા.૧ લી ઓગષ્ટ,૨૦૨૧ ને રવિવારના રોજ નર્મદા જિલાના સાગબારા તાલુકામાં સેલંબા ગામની મોડેલ હાઇસ્કૂલ ખાતે જિલ્લાકક્ષાના કાર્યક્રમ ઉપરાંત દેડીયાપાડા તાલુકામાં આંબા ગામ-સુકલાવની સરકારી માધ્યમિક શાળા તેમજ નિંઘટ ગામની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) ખાતે તેમજ નાંદોદ તાલુકામાં ઓરી ગામની પ્રાથમિક શાળા ખાતે પણ “જ્ઞાન શક્તિ દિવસ” ના કાર્યક્રમો સવારે ૧૦:૦૦ કલાકે યોજાશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં યોજાનારા ઉક્ત કાર્યક્રમો દરમિયાન સાગબારા તાલુકાના સેલંબા ખાતે અંદાજે રૂા.૨.૯૦ કરોડના ખર્ચે નવનિર્મિત બોય્ઝ હોસ્ટેલનો, દેડીયાપાડા તાલુકાના આંબા ગામ-સુકલાવ ખાતે અંદાજે રૂા.૬૦ લાખના ખર્ચે નવનિર્મિત સરકારી માધ્યમિક શાળાનું તેમજ નિંઘટ ગામે અંદાજે રૂા.૫૧ લાખના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ એક્સ્ટેન્શનનું તેમજ નાંદોદ તાલુકાના ઓરી ગામની પ્રાથમિક શાળા ખાતે અંદાજે રૂા.૩૦ લાખના ખર્ચે શાળાના નવા ઓરડાઓ સહિતની વિવિધ શૈક્ષણિક સુવિધાઓનું લોકાર્પણ કરાશે.

Exit mobile version