Site icon Gramin Today

સુરત જિલ્લાનો કૃષિ વૈવિધ્ય કરણ યોજનાનો કાર્યક્રમ માંગરોળ ખાતે યોજાયો.

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ. પ્રતિનિધિ

રાજ્ય સરકારની આદિજાતિ વિભાગ તરફથી ટ્રાયબલ સબ પ્લાન્ટ મારફતે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ અને કૃષિ વૈવિધ્ય કરણ હેઠળ લાભાર્થી ખેડૂતોને જી.એન.એફ.સી.તરફથી ખાતર અને બિયારણ વિતરણ કરવાનો કાર્યક્રમ માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખાતે રાખવામાં આવ્યો હતો, જેનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને આદિજાતિ વિભાગનાં મંત્રી ગણપતસિંહ વસાવાએ સેટલાઈટનાં માધ્યમથી કરાવ્યો હતો,  જિલ્લાના માંગરોળ, ઉમરપાડા, માંડવી, મહુવા, બારડોલીના કુલ  ૭૨૦૫ આદિવાસી ખેડૂત   લાભાર્થીઓને કીટનો લાભ મળ્યો છે, તેથી તેમને કોરોના મહામારી વચ્ચે  ખેતીમાં રાહત મળી રહશે:   આ કાર્યક્રમ એકી સાથે રાજ્યનાં અનેક જગ્યાએ જેમ કે માંગરોળ, ધરમપુર, દાહોદ, છોટાઉદેપુર ખાતે યોજાયો છે, માંગરોળ ખાતે સાંસદ પ્રભુદાસ વસાવાની હાજરીમાં સાથે  એ.એમ.ભરાડા, નાયબ કલેક્ટરશ્રી, જગદીશભાઈ ગામીત, દિનેશભાઇ પટેલ, ઉમેદભાઇ ચૌધરી સહિત અનેક  અધિકારીઓ કાર્યક્રમમાં  હાજર રહ્યા હતા.

Exit mobile version