શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
શ્રી યમ.એમ.પી.કાપડિયા વિદ્યામંદિર ગંગપૂર ખાતે સરસ્વતિ માતા પૂજન કાર્યકમ યોજાયો:
કમલેશ ગાવિત, વાંસદા: ભારત સેવાશ્રમ સંઘ, ગંગપુર દ્વારા સંચાલિત શ્રીયમ. એમ. પી. કાપડિયા વિદ્યામંદિર, ગંગપુર ખાતે વસંત પંચમીના પાવન પર્વે જ્ઞાન, વિદ્યા અને સંસ્કારની દેવી મા સરસ્વતીના પૂજનનો ભાવભર્યો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રજ્વલન કરી, મા સરસ્વતીના છબી પર તિલક કરી તથા પુષ્પાંજલિ અર્પણ કરીને સરૂવાત કરવામાં આવી હતી. કાર્યક્રમથી સમગ્ર પરિસરમાં ભક્તિ, શાંતિ અને જ્ઞાનની સુગંધ છવાઈ ગઈ હતી.
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી મણિલાલ પટેલે સરસ્વતી માતાની પૂજાનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું કે, “વિદ્યા એ જીવનનું સાચું ધન છે અને વસંત પંચમી એ વિદ્યા પ્રાપ્તિનો શ્રેષ્ઠ દિવસ છે.” તેમણે વસંત પંચમીના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ પર સુંદર રીતે પ્રકાશ પાડ્યો હતો.
કાર્યક્રમમાં શાળાના ડાયરેક્ટર શ્રી કિશોર પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી હિમ્મત ચૌહાણ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી ભાવેશ પટેલ, તેમજ શિક્ષકમિત્રો ટ્વિંકલભાઈ, કલ્પેશભાઈ, બિપીનભાઈ, જિતેન્દ્ર ભગરીયા સહિત સ્ટાફની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી.
શાળાના તમામ વિદ્યાર્થીઓએ શ્રદ્ધાપૂર્વક સરસ્વતી માતાની પૂજા કરી અને શિક્ષકોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ અવસરે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રેરણાદાયક વક્તવ્ય રજૂ કરી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો.
કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓએ પ્રસાદ ગ્રહણ કરી આનંદભેર કાર્યક્રમની સમાપ્તિ કરી અને જ્ઞાનના માર્ગે આગળ વધવાની પ્રેરણા સાથે વિદાય લીધી હતી.

