Site icon Gramin Today

શ્રી ગીરીજન આશ્રમશાળા આંબાબારી ખાતે પદ્મ વિભૂષણ પૂર્ણિમાબેન પકવાસા છાત્રાલય લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ વાંસદા, કમલેશ ગાંવિત 

આજ રોજ શ્રી ગ્રામસેવા મંડળ વાંસદા સંચાલિત શ્રી ગીરીજન આશ્રમ શાળા આંબાબારી ખાતે નવ નિર્મિત પદ્મ વિભૂષણ પૂર્ણિમાબેન પકવાસા છાત્રાલયનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. 

વાંસદા:  શ્રી ગ્રામસેવા મંડળ વાંસદા સંચાલિત શ્રી ગિરિજન આશ્રમશાળા આંબાબારી તા.વાંસદા જી.નવસારી ખાતે તા.12/09/2023 સોમવારના રોજ આચાર્ય વિનોબાભાવેના સર્વોદયી વિચારોથી પ્રેરિત કર્મયોગી પરિવાર સુરતના પુરુષાર્થથી સમર્પણ ભવન અભિયાન તથા માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત તથા જશોદા નરોત્તમ ચેરિટી ટ્રસ્ટના સહયોગથી ડાંગના દીદી તરીકે ઓળખાતા પદ્મભૂષણ પૂર્ણિમાબેન પકવાસા કન્યા છાત્રાલય આંબાબારીનું લોકાર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં કાર્યક્રમ ની શુભ શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામા આવી ત્યાર બાદ સુરતથી પધારેલ મહેમાનો દ્વારા છાત્રાલયના મકાન નૂ રીબીન કાપી શાસ્ત્ર અનુસાર વીધી મુજબ શ્રીફલ વધેરી છાત્રાલય બાળકોને અર્પણ કરવામાં આવ્યું. ત્યાર બાદ સંસ્થા ના વડીલ ટ્રસ્ટી વન પંડિત એવા શ્રી અનુપસિંહ સોલંકી દ્વારા સંસ્થાની માહીતી આપવામાં આવી તેમજ સ્વાગત પ્રવચન કર્યું હતું.

ત્યાર બાદ શાળાના બાળકો દ્વારા વિવિધ ક્રુતીઓ રજુ કરવામાં આવી હતી. સુરતથી પધારેલા માત્રુશ્રી કાશીબા હરીભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેમના દ્વારા થતી 14 રાજ્યમા ચાલતી વીવીધ સેવાકીય પ્રવૃતિઓ તેમજ છાત્રાલય નિર્માણ તેમજ મંદિર નિર્માણ સેવાકીય પ્રવૃતિઓની માહીતી આપવામાં આવી હતી. દાતાશ્રીઓ નું પુષ્પ તેમજ સાલ ઓઢાડીને સંસ્થા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

શાળાનાં બાળકો દ્વારા રજુ કરવામા આવેલ આદિવાસી નૃત્ય સૌ મહેમાનો માટે નુ આકર્ષણનું કેન્દ્ર બની રહયું હતૂ . સંસ્થાના સભ્ય એવા શ્રી રામભાઈ પટેલ દ્વારા સૌ મહેમાનો નો સંસ્થા તેમજ શાળા પરિવાર વતી આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવાર આચાર્ય સ્ટાફમિત્રો તેમજ સંસ્થા ના પ્રમુખ મંત્રી ટ્રસ્ટી મંડળ તેમજ મંડલના તમામ આચાર્ય મિત્રો સ્ટાફ આજના કાર્યક્રમમા ઉપસ્થિત  રહી સમગ્ર કાર્યક્રમ ને સફળતા પુર્વક પાર પાડયો હતો.

Exit mobile version