Site icon Gramin Today

વ્યારા ખાતે તાપી જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા “તાપી જિલ્લા ગણિત મહોત્સવ-૨૦૨૨” ઉજવવામાં આવ્યો : 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જીલ્લામાં વ્યારા સ્થિત તાલુકા શાળામાં અમૃત ભારત ગુજરાત ગણિત મહોત્સવ -૨૦૨૨ તાપી જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તાપી જિલ્લા ગણિત મહોત્સવ- ૨૦૨૨ ઉજવવામાં આવ્યો: 

તાપી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અમૃત ભારત ગુજરાત ગણિત મહોત્સવ ૨૦૨૨નું બે દિવસીય કાર્યક્રમ નું  ઉદઘાટન જિલ્લા શિક્ષણાધિકારી તાપી રોહિતભાઈ ચૌધરીના વરદ હસ્તે સાથે જિ.પ્રા.શિ. અધિકારી જયેશભાઈ ચૌધરી, રામાનુજ મેથ્સ ક્લબના ચેરમેન ડૉ. ચંદમૌલી જોષી, રૂચિરભાઈ, ડાયરેક્ટર કેતનભાઈ તાલુકા શાળાના આચાર્ય પદ્માબેન ઉપસ્થિત રહ્યા હતા.

આજરોજ ભારત સરકારના વિજ્ઞાન અને સાયન્સ ડીપાર્ટમેન્ટ દિલ્હી અંતર્ગત નૅશનલ કાઉન્સિલ ઓફ ટીચર સાયન્સના વિજ્ઞાન વિચાર પ્રસાર જીલ્લામાં વિપનેટમાં નામાંકન કરવામાં આવ્યું. આજે તાપી જીલ્લામાં ગણિત મહોત્સવ દ્વારા બાળકોમાં ગણિત વિજ્ઞાન પ્રત્યે રસ અને રૂચી વધે, ગણિતનો હાળ ઘટે, બાળકો માંથી  ભય દુર થાય તેના ભાગરૂપે તાલુકાની પ્રા. શાળામાં મેથ્સ ક્લબ ઓન વ્હીલની કીટ આપવામાં આવી અને તેમાં ૨૦૦૦ જુદીજુદી પ્રવૃતિઓ થઇ શકે છે. અને શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકોને ગણિતની વૈદિક પદ્ધતી દ્વારા ટુંકી રીતો શીખવવામાં આવી જેમાં ર૮ શિક્ષકોએ ભાગ લીધો હતો. જેમાં ઘડિયા વગરના ગુણાકાર, બાદબાકી વિનાના ભાગાકાર, ગુણાકાર વગરના વર્ગો કરવા, ભાગાકાર વગરના ધનફળો, વર્ગસૂત્ર, પાયથાગોરસ સૂત્ર, ભૂમિતિ અને બીજ ગણિતને બિલકુલ સરળ કરવામાં આવી તેવી પધ્ધતિ વૈદિક ગણિતની રીતથી શિક્ષકોને શીખવવામાં આવી.

બાળકોને ડાન્સ કરતા કરતા  પેન, પેન્સિલ વગર અને શિક્ષકો ચોક પેન, બોર્ડ વગર પણ મોઢે કરી શકાય તેવી પદ્ધતિઓ શીખવવામાં આવી બાળકોને ખૂબ મઝા પડી ગઇ. બાળકોને ગણિત પ્રત્યેનો ભય દૂર થાય તેવો નમ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા આ પ્રસંગે ખૂબ સુંદર વિવિધ મહાન લોકોના જુદાજુદા ઉદાહરણો આપી બાળકોમાં સખ્ત પરિશ્રમ, Updet, મન મક્કમ રાખવું રસ ધરાવવો, ક્ષેત્ર અને ધ્યેય નક્કી કરવા માટે સમાજ આપી અને વાર્તાઓ પરથી સચોટ પ્રેરણા મળે તેવા ઉદાહરણો આપ્યા હતા.

કાર્યક્રમનાં અંતે ડાયરેક્ટર કેતનભાઈ શાહ ગણિત મહોત્સવ ઉજવણીથી બાળકોમાં, શિક્ષકોમાં અને તાપીના ૭૫ શાળાઓમાં MATHS CLUB સ્થાપવા માટે તથા ગણિત સાયન્સ ક્લબ-૨૦૨૨ની રચના કરી જીલ્લાના કન્વીનર કેતન શાહની નિમણુક કરવામાં આવી અને સહ કન્વીનર ચિત્રગનાબેન ચૌધરીની પસંદગી કરી અને તેમને બેસ્ટ શિક્ષકનો રામાનુજ મેથ્સ ક્લબ તરફથી આપવામાં આવ્યો અને ગોલ્ડ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું.

Exit mobile version