શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
વ્યારાની માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલનાં વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની શાળાકીય રમતોમાં ઝળકયા:
તાપી જિલ્લાની શાળામાં જિલ્લા કક્ષાની શાળાકીય રમત ગમત નો દોર ચાલી રહ્યો છે. જેમાં વ્યારા તાલુકાની વિવિધ સ્કૂલોમાંથી અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વ્યારા સ્થિત શિક્ષણ ક્ષેત્રે કાર્યરત શ્રી માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલના ૪ વિદ્યાર્થીઓ અનુક્રમે ગામીત વાસુ, વસાવા ફિલીપ, પવાર મીત, ટંડેલ નિખીલે કબ્બડી રમત ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવામાં આવ્યો હતો અને તેઓની રાજયકક્ષા માટે પસંદગી પામેલ છે. વિદ્યાર્થીઓ રાજયકક્ષા પણ ઉત્કૃષ્ટ દેખાવ કરે એવી શભેચ્છા પસંદગી પામેલ વિદ્યાર્થીઓને શાળાના ચેરમેનશ્રી અજયસિંહ રાજપૂત અને આચાર્યશ્રી પિયુષભાઈએ તથા શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.