શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ વાંસદા, કમલેશ ગાંવિત.
વાંસદા તાલુકાનાં મનપુર ગામેથી આશરે છ ફુટ લાંબો અજગર પકડાયો:
નવસારી જીલ્લાનાં વાંસદા તાલુકાના મનપુર ગામે રાજેશભાઈ મનાજુભાઈના ખેતરમાં કામ કરી રહ્યાં હતાં ત્યારે તેમનાં ખેતરમાં મસમોટો અજગર દેખાયો હતો. અચાનક આટલો મોટો સાપ સામે આવી જતા તેઓ ગભરાય ગયા હતાં બાદમાં રાજેશભાઈ એ તાત્કાલિક સંજયભાઈ બિરારી મહામંત્રીનો સંપર્ક સાધ્યો હતો તેમનાં દ્વારા વાંસદા એનિમલ ગૃપને જાણ કરવામાં આવી હતી.
એનિમલ ગૃપ વાંસદાના સભ્યોને તાત્કાલિક જાણ કરાતાં તેઓ તરત સ્થળે પર આવી પોહોચ્યાં હતાં, આશરે છ ફુટનાં અજગર ને પકડી લીધો હતો. સફળતાપૂર્વક રેશ્ક્યું કરેલાં અજગરને બાદમાં વન વિભાગને સોપી દેવાયો હતો.