Site icon Gramin Today

વાંસદાના રાયબોરમાં આશ્રમશાળાના વિદ્યાર્થીનો કોરોના પોઝિટિવ આવતા બંધ રાખવા લેવાયો નિર્ણય:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

નવસારી જિલ્લાનાં વાંસદાના તાલુકાનાં રાયબોરમાં ચાલતી આશ્રમશાળાના વિદ્યાર્થીનો કોરોના પોઝિટિવ આવતા શાળા ૧૪ દિવસ બંધ કરાઈ. તંત્ર દ્વારા લાગવવામાં આવ્યા કન્ટેન્મેન્ટ ઝોનનાં બોર્ડ, પ્રવેશબંધી વિસ્તાર કરાયો જાહેર;

વાંસદાના તાલુકાનાં રાયબોર ગામે ચાલતી ઉત્તર બૂનયાદી આશ્રમ શાળામાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આશ્રમશાળાને આખરે ૧૪ દિવસ માટે બંધ કરવાનો લેવાયો નિર્ણય.
વાંસદા તાલુકાના રાયબોર ગામે ઉત્તર બૂનયાદી આશ્રમશાળા આવેલ છે જેના વિદ્યાર્થીઓના સેમ્પલ વાંગણ પી.એચ.સી. દ્વારા લેવામાં આવ્યા હતા.જેમાં ધોરણ ૧૦માં ભણતો ડાંગ જિલ્લાનો એક વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અને બીજ પાંચ જેટલા વિદ્યાર્થીઓમાં covid-19 જેવાં લક્ષણો દેખાયા હતા. જેથી પોઝિટિવ આવેલ વિદ્યાર્થી અને બીજા ૫ વિદ્યાર્થીઓને તેઓના ઘરે મોકલી હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ છેલ્લા દોઢ માસથી આશ્રમશાળામાં રહી અભ્યાસ કરી રહ્યા હતા. અને તેઓ તેમના ઘરે પણ ગયા ન હતા. તેમજ શાળાના મકાનમાં પોસ્ટ ઓફીસ ચાલતી હોય જેથી લોકોની પણ અવરજવર થતી રહે છે. આમ  કોરોના પોઝીટીવ આવતા આશ્રમશાળા ૧૪ દિવસ માટે બંધ કરવા માટે નિર્ણય લેવાયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા શાળાને સેનેટાઇઝ કરાવી તમામ વિદ્યાર્થીઓને દવાઓ અપાયા બાદ ઘરે પરત  મોકલવામાં આવ્યા હતા.

Exit mobile version