Site icon Gramin Today

વત્સલ આશ્રમશાળા કલમકુઈ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

વત્સલ આશ્રમશાળા કલમકુઈ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ :

સમગ્ર કાર્યક્રમ CRC વિરેન્દ્રભાઈ હડીયા ના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું:

તાપી : વત્સલ આશ્રમશાળા કલમકુઈ ખાતે આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. સી.આર.સી. શ્રી વિરેન્દ્રભાઈ હડીયા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 8 ના વિધાર્થીઓ દ્વારા વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

વિજ્ઞાન દિવસ ઉજવણી અંતર્ગત અનેક વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા મોડેલ રજુ કરવામાં આવ્યા હતા. અને વિધાર્થીઓ દ્વારા તૈયાર કરેલ મોડેલ વિશે સમજ આપવામાં આવી હતી. તથા વિજ્ઞાન ના પ્રયોગો કરીને શાળાના વિધાર્થીઓ ને સમજાવવામાં આવ્યા હતા. તથા અંધશ્રદ્ધા ને લગતા પ્રયોગો, લોકોના રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા વિજ્ઞાનના મહત્વ વિશે સંદેશ આપવા માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Exit mobile version