Site icon Gramin Today

માણસનું મગજ ડિઝીટલ નહીં, છપાયેલી વાતને સરળતાથી સમજે છે :- સંશોધન 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

હાલના સમયમાં લોકો  માટે સમચારપત્ર, રેડિયો, ટેલીવિઝન અને સોશિયલ મીડિયા જેવા ઘણા માધ્યમો ઉપલબ્ધ છે જેમાં લોકો  સમાચાર વાંચી કે સાંભળી શકે છે. ભારતમાં છેલ્લા ઘણા વર્ષમાં મીડિયા ક્ષેત્રે  ઘણી ક્રાંતિ આવી છે. રાષ્ટ્રીય અખબારોનું સ્થાન સ્થાનિક અખબારોએ લીધું છે તો ટેવી ચેનોલોનો વ્યાપ સીમાડા વટાવી ચુક્યું છે. હાલમાં દર્શકો, વાચકો માટે ઘણા વિકલ્પો મોજુદ છે. શું તમે જાણો છો કે 29 જાન્યુઆરી ભારતીય પત્રકારત્વમાં એક વિશેષ દિવસ છે. આ જ દિવસે 1780માં દેશના પ્રથમ અખબાર જેમ્સ ઓગસ્ટ્ન  હિક્કી દ્વારા બંગાળ ગેઝેટનું પ્રકાશન  (મૂળ કલકત્તા જનરલ એડવર્ટાઇઝર) સાપ્તાહિક અને અગ્રેજી ભાષામાં ચાર પાના થી શરૂ  થયું હતું. જેમ્સ ઓગસ્ટ્ન હિકી ભારતના પહેલા પત્રકાર હતા જેમને પ્રેસની સ્વતંત્રતા માટે બ્રિટિશ સરકાર સાથે સંઘર્ષ કર્યો હતો.

આજની ડીજીટલ સદીમાં ચારેય તરફ જોતાં એવુજ લાગે છે કે હવે પેપર નો જમાનો અથવા યુગ પૂરો થયો , ડીઝીટલ યુગમાં માણસના આંગળી ના ટેરવે બધી જ માહિતીઓ ઉપલબ્ધ હોય છે, પરંતુ ક્યારે આપણે વિચાર્યું છે કે માણસોના મગજ પર ડીજીટલ માધ્યમો કેટલાં અસર કારક કે પછી  કેટલાં નુકશાન કારક નીવડે છે.? અથવાતો આપણે ક્યારેય નથી વિચારતાં કે મારું મગજ શું એ ડીજીટલ માહિતીને  ને સરળતા પૂર્વક સમજે છે કે નહિ..? 

માણસનું મગજ ડિઝીટલ નહીં, છપાયેલી વાતને સરળતાથી સમજે છે :- સંશોધન 

ડિઝીટલ મીડિયા આજે જોરદાર વિકસ્યુ છે અને શહેરી વિસ્તાર થી લઇ ગ્રામીણ કક્ષાએ અને અમીર થી લઇ ગરીબ લોકોના હાથ વગુ બન્યું છે,  તેમ છતાં પ્રિન્ટ મીડિયા હજુ ખતમ નથી થયું પરંતુ નવા રુપરંગ સાથે પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે. મોબાઈલમાં ઓનલાઈન સ્વરૂપે  છાપા-મેગેઝિન ઉપલબ્ધ હોવા છતાં શા માટે લોકો છાપા-મેગેઝિન ખરીદીને વાંચે છે તેનો ખુલાસો એક સંશોધનમાં થયો છે. જે મુજબ મોબાઈલ સ્ક્રીનમાં દુનિયાભરનું કન્ટેન્ટ ઉપલબ્ધ હોવા છતાં આપનું મગજ આપને એ રીતે નહીં વાંચી શકે, જેવી રીતે પ્રિન્ટમાં છપાયેલી વિગતને વાંચે છે અને સરળતાથી સમજી શકે છે, 

ડીજીટલ માધ્યમોમાં આપેલી માહિતીઓ કરતાં પેપરમાં છપાયેલી સામગ્રી અને જાહેરાત પર માણસનું મગજ ઝડપથી કનેક્ટ થઇ જાય છે. આ બાબત એક ન્યુરો સાયન્સ રિસર્ચનાં માધ્યમથી બહાર આવી છે. કેનેડા પોસ્ટે આ રિસર્ચ કરાવ્યું હતું અને તેને અંજામ કેનેડિયન ન્યુરો માર્કેટીગ કંપની ટ્રુ ઇમ્પેક્ટે આપ્યો હતો. કેનેડામાં થયેલા અભ્યાસમાં લોકોની આંખોનું ટ્રેકીંગ કરવામાં આવ્યું હતું અને મગજના તરંગોને માપવામાં આવ્યા હતા. આ સિવાય કેટલાક સવાલોના જવાબ પૂછવામાં આવ્યા હતા, આથી એ જોવાયું કે લોકો વાતને કેટલી સરળતાથી સમજી શક્યા.

અભ્યાસના પરિણામો બતાવે છે કે સંદેશ જ્યારે જ્યારે ચિઠ્ઠીના માધ્યમથી મોકલવામાં આવ્યો  તો તેને માપના પ્રમાણમાં 1.31 સ્કોર મળેલો જ્યારે તે જ સંદેશ જ્યારે ડિઝીટલ મીડિયાથી મોકલાયો તો, તેને 0.87ટકા સ્કોર મળ્યો હતો. અભ્યાસમાં સૌથી મહત્વની બાબત એ રહી કે પેપરમાં છપાયેલા વિજ્ઞાપનને જોઇને મગજનો વેન્ટ્રલ સ્ટ્રિીએટમ નામનો ભાગ વધારે એક્ટિવ થયો, જ્યારે ડિઝીટલ કન્ટેન્ટ દેખાડવા પર તેમાં ઓછી એક્ટિવીટી જોવા મળી હતી. મગજનો આ ભાગ માણસની ઇચ્છા અને વસ્તુઓને તોલવા-મોલવાનો સંકેત આપે છે.

સોશિયલ મીડિયા તમારા પર કેવી અસર કરે છે તેનો આધાર તમે કેટલો સમય સોશિયલ મીડિયામાં  ગાળો છો અને કોને ફોલો કરો છો તેના પર પણ રહેલો છે. સોશિયલ મીડિયા આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ જ નહીં, કરોડો લોકો માટે એક એડિકશન પણ બની ગયું છે. લોકો સમય હોય કે ન હોય વોટસએપ, ફેસબુક ઇન્સ્ટાગ્રામ ,ટ્વિટર પર રચ્યાપચ્યા રહે છે. જોકે કયારેય આપણે વિચાર્યું છે કે સોશિયલ મીડિયાના ફોટોગ્રાફસ અને વિવિધ પોસ્ટ તમારા માનસ પર કેવી અસર કરે છે?  ભારતમાં વોટ્સએપ વપરાશકારો 50 કરોડ છે. ફેસબુક ના 41 કરોડ યુઝર્સ છે, ઇન્સ્ટાગ્રામ યુઝર્સ 21 કરોડ છે અને ટ્વિટર માં 15 કરોડ યુઝર્સ છે. આ તમામ પ્લેટફોર્મ દ્વારા નકલી સમાચાર ફેલાવવા ની ઘણી ફરિયાદો સરકાર સમક્ષ આવી હતી. જે બાદ સરકારે આવા પ્લેટફોર્મ માટે માર્ગદર્શિકા તૈયાર કરવા નું નક્કી કર્યું હતું. જયારે પેપર માં પ્રકાશિત થતી અથવા કરવામાં આવતી  દરેક ખબર પાછળ જવાબદેહી સ્વીકારવી પડે છે, તે એક લિખિત દસ્તાવેજ રૂપ હોય છે, તેમાં સુધારો વધારો શક્ય નથી. તેઓએ પ્રેસ કાઉન્સિલ ના કોડ નું પાલન કરવું પડે છે, પરંતુ ડિજિટલ મીડિયા માટે કોઈ બંધનકર્તા નથી.

સોશિયલ મીડિયા અંગેની સૌપ્રથમ વેબસાઇટ “સિકસ ડિગ્રીસ” છે જે 1997માં લોન્ચ કરવામાં આવી હતી. 

સોશિયલ મીડિયાથી ડિઝિટલ ક્ષેત્રેજે ક્રાંતિ થઇ તેના પરિપેક્ષમાં 30 જૂનના રોજ “સોશિયલ મીડિયા ડે”ની ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા છ વર્ષથી “સોશિયલ મીડિયા ડે”ની ઉજવણી કરાઈ  રહી છે. 

પેપર વાંચવાની તમારી આદત હોય શકે પણ તે તમારી મજબૂરી ક્યારેય નથી બનતું..!  જયારે ડીજીટલ મીડિયા આજે લોકોની મજબૂરી બની બેઠું છે. પેપેર દ્વારા તમે દુનિયા થી માહિતગાર થાઓ છો જયારે સોસીયલ મીડિયા દ્વારા તમે દુનિયા આગળ પોતાને ખુલ્લી પાડો છો અથવા પોતાની લાઈફ જાહેર કરો છો, આ છે તફાવત પેપેર અને ડીજીટલ મીડિયામાં. 

Exit mobile version