શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર, માલેગામના ૭ વિદ્યાર્થીઓ JEE એડવાન્સ પરીક્ષામાં પસંદગી પામ્યાં:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : એન્જીન્યરીંગ ક્ષેત્રે ભારતની શ્રેષ્ઠ સંસ્થાઓ એટલે IIT જેમાં પ્રવેશ મેળવવા વિજ્ઞાન પ્રવાહ ધોરણ ૧૧-૧૨માં ગણિત વિષય સાથે વિશેષ કોચિંગ વગેરેમાં મોટી રકમ ખર્ચીને વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે. ૨૦૨૫ સમગ્ર દેશમાથી ૧૪ લાખ ૭૫ હજાર વિદ્યાર્થીઓ IIT માં પ્રવેશ મેળવવા JEE Main ની પરીક્ષા આપી હતી જેમાંથી અઢી લાખ જેટલાં વિદ્યાર્થીઓ JEE એડવાન્સ પરીક્ષા માટે ક્વોલીફાઇ થયા છે. જેમાં ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓએ ક્વોલીફાઇ થઇ ડાંગ જિલ્લાનું તથા સમગ્ર આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.
પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર, માલેગામ-ડાંગમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ગણિત વિષય સાથે ૯ વિદ્યાર્થીઓએ JEE Main ની પરીક્ષા આપી હતી. જેમાંથી ૭ વિદ્યાર્થીઓ JEE એડવાન્સ માટે પસંદગી પામી શાળાનું ગૌરવ વધાર્યું છે. પૂજ્ય પી.પી. સ્વામીજી, ટ્રસ્ટી ગણ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી કરશનભાઈ અને આચાર્ય શ્રી વિજયભાઇ પટેલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને તથા શિક્ષકોને અભિનંદન સાથે એડવાન્સ પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે, પૂજ્ય પી.પી. સ્વામીજીએ વર્ષ ૨૦૦૨માં માલેગામ ગામે શાળાનો શુભારંભ કર્યો હતો. આ સંપુર્ણ પણે નિવાસી શાળા છે. અહિં છાત્રાલયમાં સરકારી કોઇ ગ્રાન્ટ વિના તથા વિદ્યાર્થીઓ પાસે કોઇપણ પ્રકારની ફી લીધા સિવાય આદિવાસી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે.