Site icon Gramin Today

પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષામાં પાસ થયેલા ભાઈઓ-બહેનો માટે નિ:શુલ્ક તાલીમનો શુભારંભ કરતાં શ્રીમતી પર્યુષાબેન વસાવા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નિવાલ્દા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાનાં હસ્તે પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષામાં પાસ થયેલા ભાઈઓ-બહેનો માટે નિશુલ્ક તાલીમનો કરાયો શુભારંભ;

ડેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ગામે ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષામાં પાસ થયેલા ભાઈઓ -બહેનોને નર્મદા જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, સાંસદ સભ્ય મનસુખભાઇ વસાવા, માજી મંત્રી મોતીસિંહ વસાવા, નિવાલ્દા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી રવિનાબેન ધરમભાઈનાં સહયોગથી એક માસ માટે નિશુલ્ક તાલીમ ટ્રેનરો દ્વારા આપવામાં આવશે. ત્યારે આજે નિવાલ્દા ગામે આ ક્લાસીસનો શુભારંભ કરવામાં આવ્યો હતો, અને આ ક્લાસીસના ટ્રેનર વત્સલભાઈ ઓઝા અને એમની ટીમ દ્વારા બાળકોને તાલીમ આપવામાં આવશે

 આજના સુભારંભ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, માજી મંત્રી મોતીસિંહ વસાવા,નિવાલ્દા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી રવિનાબેન ધરમભાઈ, શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી શાંતાબેન, ભારતીય જનતા પાર્ટીના ડેડીયાપાડા પ્રમુખ ઇશ્વરભાઇ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રણજીતભાઈ ટેલર, ડેડીયાપાડા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રીમતી દક્ષાબેન રોહિતભાઈ વસાવા, એસ.સી.મોર્ચાના પ્રમુખ જીવણભાઈ પરમાર,સામાજિક કાર્યકર પ્રતાપભાઈ, લક્ષ્મણભાઈ વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.

 

Exit mobile version