Site icon Gramin Today

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે ડાંગ આમઆદમી પાર્ટીનું મામલતદારને આવેદન!

શ્રોત: ગ્રામીણ ટુડે આહવા, સુશીલ પવાર. 

પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે ડાંગ આમ આદમી પાર્ટીનું મામલતદારને આવેદનપત્ર 

પેટ્રોલ ડીઝલનાના ભાવ વધારા મુદ્દે આજે કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે ડાંગ જિલ્લા આમ આદમીના કાર્યકરો દ્વારા પણ ભાવ વધારાના વિરોધમાં આહવા મામલતદારને આવેદનપત્ર આપ્યું.

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આજે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની આગેવાનીમાં કોંગ્રેસી કાર્યકરોએ આજે ગાંધી બાગ ખાતે પોસ્ટર લઈ વિરોધ કર્યો હતો. ત્યારે આ વિરોધમાં ડાંગ આમ આદમી પણ જોડાઈ છે,  ડાંગ આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે હાલમાં કોરોનાં વાઇરસની મહામારી ચાલી રહી છે, સમગ્ર લોકો આર્થિક મુશ્કેલીઓમાં મુકાયા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં તોતિંગ વધારો ઝિકવામાં આવ્યો છે. તે ભાવ વધારો પાછો ખેંચવા અને સરકારશ્રીની જાહેરાત મુજબ જ બિલમાં સો યુનિટની માફીની મોટી જાહેરાત ફક્ત કાગળ ઉપર જ  છે. લોકોમાં આ વીજબીલ માફી મુદ્દે અસમંજસ: સરકાર કરે સ્પસ્ટતા!   હાલ ગરીબ વર્ગ હોય કે મધ્યમ વર્ગ દરેકને વીજળીનું પૂરે પૂરું બિલ ભરી દેવું પડે છે. યુનિટ અંગે વીજ વિભાગ તરફથી જવાબ મળે છે કે આ અંગે સરકારનો પરિપત્ર મળ્યો નથી.  વીજળી બિલ સહિત પેટ્રોલ ડીઝલના ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તે અંગે આજે ડાંગ આમઆદમી પાર્ટીના કાર્યકરોએ સંવેદનશીલ  ગુજરાત સરકારને મોકલ્યું  આહવા મામલતદાર  મારફતે આવેદનપત્ર.

Exit mobile version