Site icon Gramin Today

પાટ ખાતે આવેલ વે મેડ હાઈસ્કૂલ ખાતે સામાજીક અને શૈક્ષણિક જાગૃતિ સંમેલન યોજાયું:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

સાગબારાના પાટ ખાતે આવેલ વે મેડ હાઈસ્કૂલ ખાતે સામાજીક અને શૈક્ષણિક જાગૃતિ સંમેલન યોજાયું;

 નર્મદા: નિર્માણ અભિયાનના મુખ્ય દાતાશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચરિટેબલ ટ્રસ્ટ, સુરત ના પ્રમુખશ્રી કેશુભાઈ ગોટી અને કર્મયોગી પરિવારથી પ્રેરિત થઈ માનવતાની મહેક સેવા ટ્રસ્ટ, સુરતના સહયોગથી પ્રમુખશ્રી લક્ષ્મણભાઈ એમ.મોરડિયાના અધ્યક્ષ સ્થાને વે મેડ હાઈસ્કૂલ, પાટ દ્વારા સાગબારા તાલુકાના આદિવાસી લોકો માટે સામાજિક અને શૈક્ષણિક જાગ્રુતિ સંમેલનનુ આયોજન શાળાના પટાંગણમાં કરવામાં આવ્યુ હતુ, સુરતથી પધારેલ મહાનુભાવોનું આદિવાસી રિતરીવાજ પ્રમાણે કંકુ તિલક, નાચણું અને પુષ્પવર્ષા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેમજ આ સંમેલનમાં પાટ ગામના જેઠાદાદા, જવરીમલ શેઠ, મોતીભાઈ, સરપંચશ્રીઓ, વડીલો તથા મોટી સંખ્યામાં વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

સંમેલનના મુખ્ય વક્તા માનવતાની મહેક સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી લક્ષ્મણ કાકાએ સારુ આચરણ અને ઉત્તમ શિક્ષણ થકી પોતાના કુટુંબ તથા સમાજને કઈ રીતે મદદરૂપ થવાય એ બાબતે લોકોને જાગૃત કર્યા હતા અને આદિવાસી સમાજમાં ચાલતા કુરિવાજોથી વાકેફ કરી સુખી જીવન જીવવા રાહ ચિધ્યો હતો. લક્ષ્મણ કાકાના વક્તવ્યથી લોકો ખુબ પ્રભાવિત થયા હતા. મંત્રી શ્રી હિતેશભાઈ હીરપરાએ એમની સંસ્થા થકી આદિવાસી બાળકો અને લોકો માટે ચાલતા સેવા કાર્યોથી માહિતગાર કરી એમની સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

શ્રી અર્ચન પરમારે વે મેડ સ્કુલના ઈતિહાસ અને સંઘર્શની ભાવુક ઝાંખી કરાવી હતી. શાળાના સ્થાપક શ્રી બળવંતભાઈ પરમારે આદિવાસી બાળકો માટે લક્ષ્મણ કાકા શિક્ષણ સુધારણાની જે સેવાની સુગંધ ફેલાવી રહ્યા છે એનો પરિચય કરાવ્યો હતો. વે મેડ સ્કુલના બાળકો તથા રાજુભાઈના આદિવાસી ગ્રુપે સુંદર કાર્યક્રમ રજુ કરી મહેમાનો તથા લોકોના દિલ જીતી લિધા હતા. શાળાના આચાર્ય મિનાક્ષી પરમાર દ્વારા સર્વેનો આભાર માનવામાં આવ્યો હતો ત્યાર બાદ બધાએ સાથે પ્રિતિભોજન લીધુ હતુ અને લોકો તથા વિદ્યાર્થીઓએ લક્ષ્મણ કાકા સાથે સંવાદ કર્યો હતો.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Exit mobile version